Ahmedabad plane crash/ અમદાવાદ પ્લેન ક્રેશ: 92 મૃતકોનાં DNA મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું અપડેટ

ક્રેશ સાઈટ પર તપાસ સમિતિઓ સઘન પ્લેન ક્રેશ દુર્ઘટના તપાસ કરી રહી છે. પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તપાસ ચાલે છે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો રહેશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં એર ઈન્ડિયા ફ્લાઈટ ક્રેશ (Flight Crash) મામલે 92 મૃતકોનાં DNA મેચ થયા છે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટર પર પોસ્ટ મૂકી અપડેટ આપ્યું છે. ક્રેશ સાઈટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 47 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે.

અમદાવાદ એર ઈન્ડિયા (Air India) ફ્લાઈટ ક્રેશ દુર્ઘટનામાં 241 મુસાફરો, 4 મેડિકલનાં વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ સહિત નાગરિકો (સ્થાનિકો)નાં મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહોની ઓળખ માટેની DNA મેચની કામગીરી ફોરેન્સિક લેબોરેટરી દ્વારા કરવામાં આવી રહી છે. માહિતી મુજબ 36 ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા DNA તપાસ કરવામાં આવી રહી છે.

ક્રેશ સાઈટ પર તપાસ સમિતિઓ સઘન પ્લેન ક્રેશ દુર્ઘટના તપાસ કરી રહી છે. પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તપાસ ચાલે છે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો રહેશે. કોઈ પણને પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બંને તરફ કાયમી તંબુ બાંધવામાં આવ્યા છે. વિવિધ એજન્સીઓ, પોલીસ સિવાય પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:11Aનું રહસ્ય: થાઈ એરવેઝ અને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરનો જીવ બચવો એ સંયોગ કે હકીકત?

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો, DGCA તપાસનાં આદેશ આપ્યા