Ahmedabad plane crash/ 11Aનું રહસ્ય: થાઈ એરવેઝ અને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરનો જીવ બચવો એ સંયોગ કે હકીકત?

આ બંને ઘટનાનો અનોખો સંયોગ જોવા મળ્યો છે. બંને મુસાફરો સીટ 11A માં વિનાશક ઉડ્ડયન અકસ્માતોમાં બચી ગયા – ત્રણ દાયકાના અંતરે, હજારો માઇલ દૂર, અલગ અલગ વિમાનો અને રૂટ પર.

Top Stories Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં 12મી જૂન, 2025નાં રોજ એર ઈન્ડિયા (Air India) ફ્લાઈટ ક્રેશ (Flight Crash) થતા 241 મુસાફરોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે. ફ્લાઈટમાં 242 મુસાફરોમાંથી 1 મુસાફરનો જ જીવ બચી શક્યો છે. જે મુસાફરો 11 A સીટ પર બેઠા હતા તેમનો જીવ બચી ગયો છે. આ કોઈ કાવ્યાત્મક સંયોગ નથી, પણ હકીકત છે.

એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 (2025)માં 12 જૂને અમદાવાદથી લંડન જવા ઉડાન ભરનારી ફ્લાઈટમાં સીટ નંબર 11 A પર વિશ્વાસ કુમાર રમેશ નામનો મુસાફર બેઠો હતો. ફ્લાઈટ ટેકઓફ થયાના થોડા સમય પછી અમદાવાદના બી.જે. મેડિકલ કોલેજ નજીક એક હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. બોઈંગ 787માં 241 લોકો મૃત્યુ પામ્યા છે અને અનેકગણાં સ્થાનિકોનો પણ ભોગ લેવાયો છે.  પરંતુ એકમાત્ર બચી ગયેલા બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ (Vishwas Kumar Ramesh), 11A (એક્ઝિટ રો) માં બેઠેલા હતા,  જેઓ નાની ઇજાઓ સાથે બચી ગયા.

અગાઉ 27 વર્ષ પહેલાં થાઈ એરવેઝ ફ્લાઇટ TG261 (1998)માં ફ્લાઇટ થાઈ એરવેઝ (Thai Airways) TG261, બેંગકોકથી સુરત થાની જવા રવાના થઈ હતી. ફ્લાઈટ સુરત થાની એરપોર્ટ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં 101 મુસાફરોનો ભોગ લેવાયો હતો. જેમાં 45 લોકો બચી ગયા હતા. જેમ્સ રુઆંગસાક લોયચુસાક (James Ruangsak Loychusak) નામનો મુસાફર પણ ફ્લાઈટમાં સીટ નંબર 11 A પર બેઠેલો હોવાથી બચી ગયો હતો. 11 ડિસેમ્બર, 1998માં થયેલ પ્લેન ક્રેશમાં બચી ગયેલાઓમાં થાઈ ગાયક અને અભિનેતા રુઆંગસાક લોયચુસાક પણ હતા, જે 11A માં બેઠેલા હતા. તેમને વિમાનનો આઘાતજનક એટલો બધો લાગ્યો હતો કે 10 વર્ષ સુધી પ્લેનમાં બેઠા નહોતા.

The 11A mystery: Two plane crashes, two lives spared, one seat - India Today

આ બંને ઘટના અનોખો સંયોગ જોવા મળ્યો છે. બંને મુસાફરો સીટ 11A માં વિનાશક ઉડ્ડયન અકસ્માતોમાં બચી ગયા – ત્રણ દાયકાના અંતરે, હજારો માઇલ દૂર, અલગ અલગ વિમાનો અને રૂટ પર. 2025 માં, રુઆંગસાકે એક ટૂંકો પણ હૃદયસ્પર્શી સંદેશ શેર કર્યો છે. “ભારતમાં વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા. તે મારી સાથે જ સીટ પર બેઠો હતો. 11A. ગુમાવનારા બધા લોકો પ્રત્યે મારી સંવેદના.”

અમદાવાદથી લંડન જઈ રહેલા 787-8 ડ્રીમલાઇનર વિમાનની બેઠક વ્યવસ્થા જોવામાં આવે તો, ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસ આગળ છે. બાદમાં ઈકોનોમી ક્લાસ હોય છે. આ ઈકોનોમી ક્લાસની પહેલી હરોળમાં વિન્ડો સીટ નંબર 11 A છે, જેની આગળ ઈમરજન્સી એક્ઝિટ હોય છે, જેના પર બેઠેલી વ્યક્તિ આ અકસ્માતમાં બચી ગઈ હોવાનું અનુમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટના: એરપોર્ટ પર ‘બર્ડ હિટ’ થવાના જાણો મુખ્ય કારણો

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો, DGCA તપાસનાં આદેશ આપ્યા