ગુજરાતમાં સરકારના વિવિધ વિભાગો માટે આયોજીત હેડક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયા બાદ સરકાર – ગૌણ સેવા પસંદગી મંડળ અને ખુદ પરીક્ષાર્થીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે. જો કે આ મુશ્કેલીઓ વચ્ચે હજુ વધુ એક મુશ્કેલી પણ તોળાઇ રહી છે.. સુત્રોનું માનીએ તો ટૂંક સમયમાં પરીક્ષા રદ્ થાય એ દિશામાં ચક્રો ગતિમાન થયા છે
હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાની સરકારે સત્તાવાર કબૂલાત કર્યા બાદ હવે સરકાર આ પરીક્ષા રદ થયાની ટુંક સમયમાં જાહેરાત કરી શકે છે. કોઇપણ મહત્વના કાર્યમાં જાણતા કે અજાણતા કરેલી અમુક લોકોની ભૂલનો ભોગ મોટી સંખ્યામાં નિર્દોષ લોકોએ બનવું પડે છે.આ વાતની પ્રતિતિ તાજેતરમાં ગૌણ સેવા પંસંદગી મંડળ આયોજીત હેડક્લાર્કની પરીક્ષામાં જોવા મળી છે. થોડા સમય અગાઉ પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ જ મળી નથી એવો દાવો કરનારા ખુદ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ ત્યારપછીના બે જ દિવસમાં પોતોના નિવેદનને ફેરવી તોળ્યુ એટલું જ નહીં પેપર લીક થયાની રજૂઆત અંગે ઇ-મેઇલ સીધો સાબરકાંઠા એસપીને કર્યો.
આ પણ વાંચો ;સમન્સ / પનામા પેપર્સ મામલે ઐશ્વર્યા રાય ED સમક્ષ હાજર થશે,બચ્ચન પરિવારની મુશ્કેલીઓ વધી
તો બીજીબાજુ જેઓ નિર્દોષ વિદ્યાર્થીઓને અન્યાયનો ભોગ બનવું પડે નહીં તેના માટે લડત ચલાવવા સુધી તૈયાર રહે છે એવા યુવરાજસિંહ જાડેજા સહિતના વિદ્યાર્થીનેતાએ આ અંગે પેપર લીક થયાના પુરાવા સબળ રીતે બીજીવાર રજૂઆત કરવા તૈયારી બતાવી તો સાબરકાંઠા પોલીસને મળેલી રજૂઆતના આધારે સાબરકાંઠાપોલીસે તપાસનો દોર શરૂ કર્યો અને આજની સ્થિતિએ 11 આરોપીઓની ભૂમિકા સામે આવી છે , જેઓ આજે જેલમાં કેદ છે..અને હજી કદાચ ગૌણ સેવા પસંદગી મંડળના જ કેટલાંક મોટામાથા સહિતના નામ પણ ખુલવાની શક્યતા નકારી શકાય એમ નથી.
આ પ્રકારની યોજાતી પરીક્ષા સરકાર માટે ટીપે-ટીપે સરોવર ભરાયાની જેમ તિજોરી છલકાવી દે છે..પરંતુ જેઓએ મહેનત કરીને પરીક્ષા આપી છે તેમના માટે અન્યાય સમાન પુરવાર થાય છે..ત્યારે 186 ખાલી જગ્યા માટે લાખો વિદ્યાર્થીઓને કોલ શા માટે ? એ મુદ્દે પણ સરકારે વિચાર કરી માત્ર મૂળ જગ્યાના પાંચગણા પરીક્ષા અને તેમાં ઉત્તીર્ણ ડબલને મૌખિકમાં બોલાવવાનો અભિગમ અપનાવાય તો આ પ્રકારે થતાં મસમોટા કૌભાંડ અને પેપરલીક જેવા બનાવ નિવારી શકાય છે..હવે પેપર લીક અને લાખો લીધા હોવાની વિગત સહિત આરોપીઓની કબૂલાત થઇ છે ત્યારે હેડક્લાર્ક માટે પેપર લીક થતાં પરીક્ષા રદ્ કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે..ટૂંક સમયમાં જ આ અઁગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે..ત્યારપછીના ટૂંક સમયમાં ફેરપરીક્ષા યોજવાની જાહેરાત પણ કરવામાં આવશે.
આ પણ વાંચો ;Good News! / સલમાન ખાને કર્યું કન્ફર્મ, બનશે ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલ
