દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીક (Neet Paper Leak)અને સ્પર્ધાત્મક પરીક્ષા (Exam)ઓની ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવનારા જાણીતા પર્યાવરણવિદ્ અને આંદોલનકારી સોનમ વાંગચુકે (Sonam Wangchuk)આખરે પોતાના 26 દિવસ લાંબા અનશનનો અંત આણ્યો છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ (Medanta Hospital) ખાતે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં તેમણે પારણાં કર્યા હતા. કેન્દ્રીય મંત્રી નડ્ડાએ તેમને પાણી પીવડાવીને ઉપવાસ છોડાવ્યા હતા, જ્યારે આ ક્ષણે તેમના પત્ની ગીતાંજલિ અંગમો પણ સાથે હાજર રહ્યા હતા.
હિંસા ટાળવા અને 65 સાંસદોની અપીલ બાદ લીધો મહત્વનો નિર્ણય
અનશન પૂરા કર્યા બાદ સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથેની દીર્ઘ વાટાઘાટો અને દેશમાં આંદોલન હિંસક રૂપ ન લે તે હેતુથી તેમણે આ પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું કે દેશના જુદા જુદા રાજકીય પક્ષોના લગભગ 65 સાંસદોએ તેમને ઉપવાસ સમેટવા અપીલ કરી હતી. અમુક શરતો અને ખાતરીઓ બાદ તેમણે આંદોલનને હિંસામુક્ત રાખવાના આશયથી આ નિર્ણય લીધો છે.

સરકારના મોટા નિર્ણયો: કડક કાયદો, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને શિક્ષણ મંત્રાલયમાં ફેરબદલ
વાંગચુકના ઉપવાસ સમેટાવાની સાથે જ કેન્દ્ર સરકારે પરીક્ષામાં થતી ગેરરીતિઓ રોકવા માટે મોટા પગલાં લીધા છે
ચોમાસુ સત્રમાં બિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પેપર લીક કરનારાઓ સામે કડક સજા અને ફાસ્ટ ટ્રેક કોર્ટની જોગવાઈ ધરાવતો નવો ડ્રાફ્ટ કાયદો સંસદના ચાલુ સત્રમાં રજૂ કરાશે.
સચિવોની બદલી: શિક્ષણ મંત્રાલયમાં મોટા પાયે ફેરબદલ કરીને નરેશ કુમાર ગંગવારને ઉચ્ચ શિક્ષણ સચિવ અને ટી.કે. અનિલ કુમારને શાળા શિક્ષણ સચિવ બનાવવામાં આવ્યા છે.

સોનમ વાંગચુકની સમર્થકોને અપીલ:
“શાંતિ જાળવી રાખો અને આંદોલનને કોઈ અસામાજિક તત્વો હિંસક ન બનાવે તે માટે સતર્ક રહો. સરકાર સાથે કઈ શરતો પર વાત થઈ છે તેની વિગતવાર માહિતી હું ટૂંક સમયમાં વીડિયો મારફતે આપીશ.”
આ પણ વાંચો :NEET પેપર લીક મુદ્દે મોદી સરકાર સામે કોક્રોચનો હુમલો: ‘આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવું’
આ પણ વાંચો :PM મોદીની ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત પર CJPનો પલટવાર; કહ્યું- ‘આ તો ફ્રેક્ચર પર બેન્ડ-એડ લગાવવા જેવું છે’
આ પણ વાંચો :દિલ્હીના જંતર-મંતર પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, ACP ઘાયલ; 16 મેટ્રો સ્ટેશન બંધ
