gujrat news/ ગુજરાતમા 16 જિલ્લાઓમાં આગામી ૩ કલાક માટે રેડ એલર્ટ! ભારે વરસાદ અને ગાજવીજની આગાહી

ગુજરાત (Gujarat)માં હવામાન વિભાગ દ્વારા તાત્કાલિક નાઉકાસ્ટ જાહેર કરી અમદાવાદ, ગાંધીનગર સહિત 16 જિલ્લાઓમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદ અને તોફાની પવનનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરક્ષા માટે વિશેષ એડવાઇઝરી જારી.

Top Stories Gujarat
Red alert in 16 districts of Gujarat.

હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત (Gujarat) રાજ્ય માટે તાજેતરમાં જ મોટું નાઉકાસ્ટ (Nowcast) જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં આગામી 3 કલાક માટે રેડ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ સાથે પવન અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા છે. 41 થી 61 કિમી/કલાકની ઝડપે ફુંકાતા પવન અને ગાજવીજ સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે.

16 જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળીના કડાકાનું હાઈ એલર્ટ

હવામાન કાર્યાલય મુજબ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લાઓમાં પંદર મિલીમીટર પ્રતિ કલાકથી વધુ દર ધરાવતો ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં જમીન પર વીજળી ત્રાટકવાની શક્યતા 60% થી વધુ દર્શાવવામાં આવી છે.

WETHER

અન્ય વિસ્તારો માટે મધ્યમ વરસાદ અને પવનની આગાહી

રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દીવ, દમણ અને દાદરા નાગર હવેલીમાં મધ્યમ વરસાદ સાથે 41-61 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી થવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી મહત્વપૂર્ણ સાવચેતીઓ:

ઘરમાં રહો: બિનજરૂરી મુસાફરી ટાળો, બારી-બારણાં બંધ રાખો

સુરક્ષિત આશરો લો: ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળો, કોંક્રીટના ફ્લોર કે દિવાલને અડીને ઊભા ન રહો.

ઇલેક્ટ્રિક સાધનો: વીજળીના સાધનોના પ્લગ કાઢી નાખો અને વીજપ્રવાહ ધરાવતી વસ્તુઓથી દૂર રહો.

જળાશયોથી દૂર રહો: જો તમે પાણીમાં કે નદી-તળાવ નજીક હોવ તો તાત્કાલિક બહાર નીકળી જાઓ


આ પણ વાંચો :દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં

આ પણ વાંચો :ગુજરાતમાં મેઘતાંડવ: 19 જિલ્લામાં શાળા-કોલેજો બંધ, વલસાડમાં આર્મી તૈનાત; 22 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

આ પણ વાંચો :વાપીમાં 200થી વધુ કાર ડૂબી, વલસાડમાં 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો