Not Set/ રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું.”મોદી સરકાર અને ભાજપની વિચારધારા દલિત વિરોધી છે”

દિલ્લી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ “બંધારણ બચાવો” અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ બંધારણ અને દલિતો પર કથિત હુમલાઓના મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાનો છે. સોમવારે રાહુલ ગાંધીએ “બંધારણ બચાવો” અભિયાનની શરૂઆત કરવાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વર્તમાન કેન્દ્ર સરકાર પણ હુમલો બોલ્યો હતો. પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ […]

Top Stories

દિલ્લી,

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ “બંધારણ બચાવો” અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ બંધારણ અને દલિતો પર કથિત હુમલાઓના મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાનો છે.

સોમવારે રાહુલ ગાંધીએ “બંધારણ બચાવો” અભિયાનની શરૂઆત કરવાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વર્તમાન કેન્દ્ર સરકાર પણ હુમલો બોલ્યો હતો. પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીની તેઓના પુસ્તક “કર્મયોગી બાઈ નરેન્દ્ર મોદી”ના કોટનો ઉપયોગ કર્યો હતો અને વડાપ્રધાન મોદીને દલિત વિરોધી ગણાવ્યા હતા.

પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ સરકાર પર સુપ્રીમ કોર્ટ તેમજ સંસદને ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો. બીજી બાજુ “બંધારણ બચાવો” અભિયાનનો મુખ્ય હેતુ ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચુંટણી પહેલા દલિત વોટ બેંકને પોતાની તરફેણમાં કરવાનો હોઈ શકે છે.

  • કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ PM મોદી પર હુમલો બોલતા જણાવ્યું,

ભાજપના MLA- MPથી બેટી બચાવો : રાહુલ ગાંધી

કઠુઆ મામલે સરકારે શા માટે ચૂપ રહી.

આ છે બેટી પઢાઓ, બેટી બચાવો.

ભાજપથી બેટી બચાવો.

દુનિયાભરમાં ભારતની પ્રતિમા ખરડાઇ છે.

પીએમ મોદી જ્યારે બોલે છે ત્યારે પોતાના માટે બોલે છે.

બાળકી સાથે દુષ્કર્મ મામલે બોલતા નથી.

ભાજપના MLA- MPથી બેટી બચાવો.

દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી.

મહિલાઓ માટે મોદી યોગ્ય કામ કરતા નથી.

 દલિતોના મુદ્દે પીએમ મોદી પર સાધ્યું નિશાન :

મોદી સરકાર અને ભાજપની વિચારધારા દલિત વિરોધી છે.

અમે દલિત – આદિવાસીઓના હિતમાં લડીશુ.

દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે.

સરકારે પ્રથમ વખત પાર્લામેન્ટને રોકી છે.

પીએમ મોદીના દિલમાં દલિતોને સ્થાન નથી.

દેશમાં મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ દલિતોના રક્ષણ માટે કાર્યક્રમો કરશે.

ખેડૂતો પાસે માત્ર આત્મહત્યા કરવાનો જ રસ્તો છે.

સુપ્રીમ કોર્ટને દબાવવામાં આવે છે.

૨ કરોડ લોકોને રાજગારીનું શું થયું ?

મોદીએ અર્થ વ્યવસ્થાના લીરા ઉડાવ્યા છે.

નીરવ મોદી માટે સંસદ ઠપ કરવામાં આવી.

યુવાનોને રોજગારી મળી નથી.

કોંગ્રેસે બંધારણની રક્ષા કરી છે.

૨૦૧૯માં જનતા બોલશે.

દેશની જનતા મનની વાત કરશે.