જબલપુર,
મધ્યપ્રદેશમાં એક સરકારી સ્કૂલના પ્રિન્સિપાલને મુખ્યમંત્રી કમલનાથ વિરુધ આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Madhya Pradesh: Headmaster of a government school in Jabalpur was suspended on Thursday after a video of him making derogatory remarks about Chief Minister Kamal Nath went viral on social media.
— ANI (@ANI) January 11, 2019
હકીકતમાં, એમપીના જબલપુર સ્થિત એક સરકારી શાળાના પ્રિન્સિપાલ મુકેશ તિવારીનો એક વિડીયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ કથિત રીતે કહી રહ્યા છે કે, “છેલ્લા ૧૪ વર્ષના ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં સેવા ભારતી પ્રતાડિત થઇ હતી, હવે કોંગ્રેસની સરકાર આવી ગઈ છે. જયારે પોતાના લોકોએ જ પરેશાન કર્યા છે તો બીજાથી શું આશા રાખવી. અમારા શિવરાજ ….. છે, તો કમલનાથ ડાકૂ છે”.
સરકારી સ્કૂલના પ્રિન્સિપાલની આ ટિપ્પણી અંગે સ્થાનિક કોંગ્રેસ નેતાઓ દ્વારા જિલ્લા કલેકટર છબિ ભારદ્વાજને ફરિયાદ કરાઈ હતી. જો કે ત્યારબાદ મુકેશ તિવારીને સિવિલ સેવા આચરણના નિયમ ૧૯૬૫ના ઉપ-નિયમો ૧,૨,૩ના ઉલ્લંઘન હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
