Not Set/ ઉત્તર પ્રદેશ, દેશમાં મહત્તમ 75 જિલ્લાઓ ધરાવતું રાજ્ય, જાણો – કયા રાજ્યમાં કેટલા જિલ્લાઓ છે

ગયા અઠવાડિયે, તમિળનાડુના મુખ્ય પ્રધાન કે પલાનીસ્વામીએ વેલ્લોર જિલ્લાને ત્રણ ભાગમાં વિભાજીત કરવાની જાહેરાત કરી અને વધુ બે જિલ્લા રાણીપેટ અને તિરુપથુર બનાવ્યા. તમિળનાડુ સરકારે આ વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ત્રણ નવા જિલ્લાઓની રચના કરી દીધી છે અને હવે રાજ્યમાં જિલ્લાઓની સંખ્યા વધીને 37 થઈ જશે. સામાન્ય રીતે નવો જિલ્લો બનાવવાનો હેતુ સરકારની કામગીરી સરળ […]

India

ગયા અઠવાડિયે, તમિળનાડુના મુખ્ય પ્રધાન કે પલાનીસ્વામીએ વેલ્લોર જિલ્લાને ત્રણ ભાગમાં વિભાજીત કરવાની જાહેરાત કરી અને વધુ બે જિલ્લા રાણીપેટ અને તિરુપથુર બનાવ્યા. તમિળનાડુ સરકારે આ વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ત્રણ નવા જિલ્લાઓની રચના કરી દીધી છે અને હવે રાજ્યમાં જિલ્લાઓની સંખ્યા વધીને 37 થઈ જશે. સામાન્ય રીતે નવો જિલ્લો બનાવવાનો હેતુ સરકારની કામગીરી સરળ બનાવવાનો છે. એટલે કે, મોટા વિસ્તારની તુલનામાં નાના વિસ્તારમાં સરળતાથી કામ થઈ શકે છે, પરંતુ કેટલીકવાર સ્થાનિક લોકોની માંગને કારણે નવા જિલ્લાઓ બનાવવાનો નિર્ણય લેવો પડે છે.

સૌથી વધુ જિલ્લાઓ ધરાવતું રાજય ઉત્તરપ્રદેશ

હાલમાં, સૌથી વધુ જિલ્લાઓ ધરાવતું રાજ્ય ઉત્તરપ્રદેશ છે, જેમાં 75 જિલ્લાઓ છે. તે પછી 52 જિલ્લાઓ સાથે મધ્યપ્રદેશ આવે છે. ગોવા એક રાજ્ય છે જેમાં માત્ર બે જિલ્લા છે. રાજ્યના જિલ્લાઓની સંખ્યા હંમેશા તેના કદ અને વસ્તી પર આધારિત હોવી જોઈએ ત જરૂરી નથી.  ઉદાહરણ તરીકે, આંધ્રપ્રદેશ દેશનું સાતમા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે, પરંતુ જિલ્લાઓની સંખ્યા માત્ર 13 છે.

તે દર 12 હજાર ચોરસ કિલોમીટર પર એક જિલ્લો ધરાવે છે, જે દેશના કોઈપણ રાજ્યમાં સરેરાશ સૌથી મોટો છે. બીજી બાજુ, જ્યારે ત્રિપુરાની વાત આવે છે, તે એક નાનું રાજ્ય છે. તેમાં ફક્ત આઠ જિલ્લા છે, પરંતુ દર 1300 ચોરસ કિલોમીટર માટે એક જિલ્લો છે, જે દેશના અન્ય રાજ્યોથી સરેરાશ સૌથી નાનો છે. આનો અર્થ એ છે કે, આંધ્રપ્રદેશનો એક જિલ્લા ત્રિપુરાના જિલ્લા કરતા સરેરાશ નવ ગણો મોટો છે. વસ્તીના આધારે, જ્યારે આંધ્રપ્રદેશના જિલ્લાની સરેરાશ વસ્તી  38 લાખ છે, ત્યારે ત્રિપુરામાં તે માત્ર સાડા ચાર લાખ છે.

મધ્યપ્રદેશ, બિહાર અને તમિળનાડુ, મહારાષ્ટ્ર  જેમાં 36 જિલ્લાઓ છે. ત્યારબાદ આસામ, રાજસ્થાન અને ગુજરાતમાં 33 જિલ્લા, તેલંગાણામાં 31, કર્ણાટક અને ઓડિશામાં 30 જિલ્લાઓ આવે છે. તો બિહાર 38 જિલ્લાઓ ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.