વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આજે 71 માં જન્મદિવસ પર રેકોર્ડ રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે 20 દિવસનાં મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનું નામ સેવા અને સમર્પણ અભિયાન છે. આ અભિયાન 7 ઓક્ટોબરનાં રોજ સમાપ્ત થશે.
આ પણ વાંચો – પરિવર્તનનો પ્રયોગ / નો રિપીટ થિયરીના ‘ઇન્જેક્શન’થી નરેન્દ્ર મોદીએ કર્યો ગુજરાતના રાજકારણનો ઇલાજ
આ ઉપરાંત, જન્મદિવસ નિમિત્તે દેશભરમાં રેકોર્ડ 1.5 કરોડ કોરોના રસીઓ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે, ઘણી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ લગાવવામાં આવ્યા છે. આ સાથે, ભાજપ આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મોદીનાં જાહેર કાર્યાલયમાં બે દાયકા પૂર્ણ થયાની ઉજવણી પણ કરશે. PM મોદી 13 વર્ષ સુધી ગુજરાતનાં CM હતા અને હવે 7 વર્ષથી PM છે. PM મોદીનાં જન્મદિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે તેમને શુભકામનાઓ પાઠવતા ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ કે, ભારતનાં પ્રધાનમંત્રી શ્રી @Narenarendramodi ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. મારી શુભેચ્છા છે કે આપ સ્વસ્થ રહો અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી ‘ અહનિર્શ’ સેવામહે ની પોતાની સર્વવિદિત ભાવનાની સાથે રાષ્ટ્ર સેવાનું કાર્ય કરતા રહો.
भारत के प्रधानमंत्री श्री @narendramodi को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। मेरी शुभेच्छा है कि आप स्वस्थ रहें और दीर्घायु प्राप्त कर ‘अहर्निशं सेवामहे’ की अपनी सर्वविदित भावना के साथ राष्ट्र सेवा का कार्य करते रहें।
— President of India (@rashtrapatibhvn) September 17, 2021
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ PM મોદીને તેમના 71 માં જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યુ કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આજે તેમના જન્મદિવસ પર મારી શુભેચ્છાઓ. તેમની અસાધારણ દૂરદ્રષ્ટિ, અનુકરણીય નેતૃત્વ અને સમર્પિત સેવાએ દેશનાં સર્વાંગી વિકાસ કર્યો છે. તેમને આગળ લાંબુ, સ્વસ્થ અને સુખી જીવનનું આશીર્વાદ મળે!
– નરેન્દ્ર મોદી
My best wishes to Hon'ble Prime Minister, Shri Narendra Bhai Modi ji on his birthday today. His exceptional vision, exemplary leadership and dedicated service have led to all-round growth of the nation. May he be blessed with a long, healthy and happy life ahead! @narendramodi
— Vice-President of India (@VPIndia) September 17, 2021
આ પણ વાંચો – જન્મદિવસ / PM મોદીનો આજે રાજ્ય અને દેશભરમાં મનાવાશે જન્મદિવસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું છે કે, ચાલો #વેક્સીન સેવા કરીએ, જેમણે રસીનો ડોઝ નથી લીધો, તેઓ લઇ લે અને તેમને (PM મોદી) જન્મદિવસની ભેટ આપે. ભાજપનાં નેતાઓએ રાજ્યનાં અધિકારીઓને રસીકરણ અભિયાનનો રેકોર્ડ લક્ષ્ય હાંસલ કરવા માટે દૈનિક દર બમણો કરવા જણાવ્યું છે. આ સાથે, તેમણે તેમના આરોગ્ય સ્વયંસેવકોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે આજે વધુને વધુ લોકો કોવિડ-19 ની રસી મેળવે.
‘सबको वैक्सीन, मुफ़्त वैक्सीन’ की PM @NarendraModi जी ने देश को सौग़ात दी है!
कल हम सबके प्रिय प्रधानमंत्री जी का जन्मदिन है, चलो #VaccineSeva कर जिन्होंने वैक्सीन नहीं ली है, ऐसे अपनों को, परिजनों को और समाज के सभी तबकों को टीका लगवाकर, उनको जन्मदिन का उपहार देते हैं।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 16, 2021
7 ઓક્ટોબર સુધી ચાલનારા 20 દિવસનાં મેગા ઇવેન્ટ દરમિયાન પાર્ટી વિશાળ સ્વચ્છતા અને રક્તદાન અભિયાન ચલાવશે. વડાપ્રધાનને તેમના પ્રયાસો માટે અભિનંદન આપવા માટે પાંચ કરોડ પોસ્ટકાર્ડ મોકલશે. ભાજપે એક નિવેદનમાં કહ્યું કે, હોર્ડિંગ્સ દ્વારા “મફત અનાજ અને ગરીબો માટે રસીકરણ” માટે PM મોદીનો આભાર માનવો એ પણ આ જ અભિયાનનો ભાગ હશે.
