શનિવારની સવારે દેશના ત્રણ મોટા શહેરોમાં આગ લાગવાનો બનાવો સામે આવ્યા છે. સમાચાર એજન્સી મુજબ સુરત, મુંબઈ હૈદરાબાદમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. હૈદરાબાદના રંગ ગોદાઉનમાં આગથી લાગવાથી હજુ સુધી કોઈ જાનહાની ખબર મળી નથી.
Fire broke out in a paints godown in #Hyderabad; eight fire tenders present at the spot. No casualties reported (earlier visuals) pic.twitter.com/D0wLce2Hu9
— ANI (@ANI) June 9, 2018
શનિવારની સવારે મુંબઈના મીંટ રોડ વિસ્તારમાં સ્થિત પટેલ ચેંબરમાં ભીષણ આગ લાગવાથી ચાર લોકો ઘાયલ થયા છે. આગ પર કાબુ મેળવવા માટે 18 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
#WATCH: A Level-4 fire broke out inside Patel Chambers in Mumbai's Fort area.18 Fire tenders present at the spot. pic.twitter.com/5cv3WDeCUj
— ANI (@ANI) June 9, 2018
મુંબઈના પટેલ ચેંબરમાં આગથી કોઠારી મેંશનનામની છ માળની ઈમારતનો અડધો ભાગ પડી ગયો હતો. સદનસીબે જયારે આગ લાગી ત્યારે ઈમારતમાં કોઈ લોકો નહોતા. જેના લીધે મોટી જાનહાની થતા અટકી હતી. ઘટના સ્થળ પર 16 ફાયરએન્જીન, 11 ટેન્કરો અને 150 ફાયર અધિકારીઓ ઘટના સ્થળ પર હતાં અને આગને કાબુમાં લઇ લીધી હતી.
હાલ આ ઘટનામાં કેટલી સંપતીનું નુકશાન થયું છે તે બહાર નથી આવ્યું અને આગ ક્યાં કારણોસર લાગી છે તે હજુ સુધી બહાર નથી આવ્યું. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ શાલુ ડાઈંગ મિલમાં આગ ભડકી ઉઠી હતી. એકાએક સ્લેબ તૂટ્યા બાદ જેટ મશીનની ઓઇલ ટેન્ક ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતુ. આ ઘટનામાં 35 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આગને પગલે 6 ફાયર ફાઈટર સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
More than 35 labourers were injured after slab of the third floor of a dyeing mill fell on them in #Surat's Pandesara. Fire broke out in the mill subsequently due to leakage in oil pipe caused by the mishap. Injured admitted to hospital #Gujarat pic.twitter.com/cJYBkBycvf
— ANI (@ANI) June 9, 2018
ફાયર ફાઈટરે ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને ભારે જહેમત બાદ આગમાંથી બહાર કાઢ્યા હતા. અન્ય ત્રીસ જેટલા કામદારો પણ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરે વિકરાળ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.

