આજે સમગ્ર દુનિયામાં કોરોનાવાયરસનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન પણ આ મુશ્કિલ સમયમાં વધારો કરી રહ્યો છે. જો કે આ વચ્ચે ભારતમાં રાહતની વાત એ છે કે, દેશમાં કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે.
આ પણ વાંચો – ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત સાયકલોથોને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં કુલ 6 હજાર 987 નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસ ઝડપથી ઘટી રહ્યા છે અને હવે માત્ર 76 હજાર 766 કોરોના દર્દીઓની સારવાર થઈ રહી છે. વળી, કોરોનાથી ઠીક થવાનો દર 98.40 ટકા પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીનાં કુલ કોરોના કેસનાં માત્ર 0.22 ટકા સક્રિય કેસ છે. વળી, છેલ્લા એક દિવસમાં 7 હજાર 91 લોકો કોરોનાથી ઠીક થયા છે. આ પછી, કોરોનાથી ઠીક થયેલા દર્દીઓની કુલ સંખ્યા 3 કરોડ 42 લાખ 30 હજાર 354 થઈ ગઈ છે. આ સમયગાળા દરમ્યાન, 162 દર્દીઓએ પણ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. વળી, ઓમિક્રોનનાં કુલ 422 કેસ ભારતમાં આવ્યા છે. ઓમિક્રોન દેશનાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચી ગયો છે. કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનની ઝડપ દેશભરમાં સતત વધી રહી છે. અત્યાર સુધીમાં, Omicron દેશનાં કુલ 17 રાજ્યોમાં પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે. આ સાથે, દેશમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા વધીને 422 થઈ ગઈ છે. રાજસ્થાનમાં આજે ઓમિક્રોનનો વિસ્ફોટ જોવા મળ્યો છે, રાજસ્થાનમાં એક દિવસમાં ઓમિક્રોનનાં 21 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 108, દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, રાજસ્થાનમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 38, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે.
COVID19 | A total of 422 #Omicron cases were reported in 17 States/UTs of India so far. The number of persons recovered is 130: Union Health Ministry
— ANI (@ANI) December 26, 2021
દેશમાં કોવિડ પર ડોક્ટરોની નિષ્ણાત સમિતિએ ચેતવણી આપી છે કે, ઓમિક્રોનનાં વધતા સંક્રમણને રોકી શકાય તેમ નથી. નવા વેરિઅન્ટના કેસ દર બે દિવસે બમણા થઈ રહ્યા છે. દેશમાં ત્રીજી લહેર જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે. આ પરિસ્થિતિઓ અને ચેતવણીઓ વચ્ચે, કેન્દ્રીય ટીમોને 10 રાજ્યોમાં તૈનાત કરવામાં આવી છે જ્યાં ઓમિક્રોનનાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે અથવા કોરોનાને રોકવા માટે રસીકરણની ગતિ રાષ્ટ્રીય સરેરાશ કરતા ધીમી છે.
