મુંબઈ,
બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ શર્લિન ચોપડા પોતાની બોલ્ડ અંદાજ વાળા ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. પરંતુ શર્લિન ચોપરા હાલ તેના એક નિવેદનના કારણે તે ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં જ શર્લિને ડિરેક્ટર અને નિર્માતા રામ ગોપાલ વર્મા સાથે જોડાયેલ શોકિંગ ખુલાસો કર્યો છે.
શર્લિન ચોપરાએ કહ્યું કે રામ ગોપાલે તેને એડલ્ટ ફિલ્મનો પ્રપોઝલ અને અશ્લીલ વીડિયો મોકલ્યો હતો. તેમનું નિવેદન ચર્ચાનો વિષય વણી રહ્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન, શર્લિનએ કહ્યું, “આ 2016 ની વાત છે. મેં રામ ગોપાલ વર્માને વોટ્સએપ પર એક મેસેજ મોકલ્યો. મેં મારી ફોટા મોકલ્યા હતા. અને પૂછ્યું હતું કે શું હું તમારી આગામી ફિલ્મોમાં કામ કરી શકું છું, સર. તેણે એક સ્ક્રિપ્ટ મોકલી અને કહ્યું કે તેને વાંચો અને જણાવો.

શર્લિનને કહ્યું કે મેં સ્ક્રિપ્ટ વાંચી અને કહ્યું કે સર, તેમાં ફક્ત સેક્સ સીન્સ છે, કોઈ સ્ટોરી નથી. તેણે કહ્યું કે બસ. ઇન્ટરેસ્ટેડ હોવ તો જણાવો.
શર્લિન ચોપરાએ વધુમાં કહ્યું, ‘મેં તેમને કહ્યું કે સર કેવી રીતે થઈ શકે. એક રાજા હતો અને એક રાણી. રાજાએ રાણી સાથે સંભોગ કર્યો. સમાપ્ત સ્ટોરી. આ કેવી રીતે થઈ શકે? જે બાદ મેં તેને એમ કહીને ઇનકાર કરી દીધો કે મારી પાસે સેક્સમાં પીએચડી નથી, હું એક્સપર્ટ નથી. હું મારાથી નહીં થઈ શકે.
શર્લિનને એમ પણ કહ્યું કે રામ ગોપાલ વર્માએ તેમને એક અશ્લીલ વીડિયો મોકલીને કહ્યું કે માણસો અથવા પ્રાણીઓ દરેક માટે સ્વાભાવિક છે અને દરેકને આનંદ આવે છે. ત્યારબાદ શર્લિન ચોપડાએ પોતાને ફિલ્મ નિર્માતાથી દૂર કરી દીધા. શર્લિનના ચાર્જ અંગે હજુ સુધી ફિલ્મ નિર્માતા તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
