Not Set/ એક જ કોર્ટમાં બીજીવાર જામીનદાર થનાર સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ

કોર્ટમાં વારંવાર જામીનદાર થતા લોકો માટે દાખલારૂપ કિસ્સો બહાર સામે આવ્યો છે. એક જ કોર્ટમાં બીજીવાર જામીનદાર તરીકે હાજર રહેનાર યુવક સામે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.જે.પટેલે ગુનો નોંધવા આદેશ કર્યો છે. જે આરોપી માટે જામીન થવા ગયો હતો તે આરોપી તો છુટી ગયો છે, પરંતુ કોર્ટમાં ખોટુ કથન કરનાર જામીનદાર પર કાયદાનો સકંજો કસાયો […]

Ahmedabad Top Stories Gujarat

કોર્ટમાં વારંવાર જામીનદાર થતા લોકો માટે દાખલારૂપ કિસ્સો બહાર સામે આવ્યો છે. એક જ કોર્ટમાં બીજીવાર જામીનદાર તરીકે હાજર રહેનાર યુવક સામે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.જે.પટેલે ગુનો નોંધવા આદેશ કર્યો છે. જે આરોપી માટે જામીન થવા ગયો હતો તે આરોપી તો છુટી ગયો છે, પરંતુ કોર્ટમાં ખોટુ કથન કરનાર જામીનદાર પર કાયદાનો સકંજો કસાયો અને ભાઇ ભરાઇ ગયા જેવો ક્યાસ થયો છે.

શહેરનાં કાગડાપીઠ પોલીસ મથકમાં એક શખ્સ સામે ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટમાં આરોપીએ જામીન અરજી કરી. જામીન અરજી કોર્ટે ગ્રાહ્ય રાખતા, આરોપીને જેલમાંથી મુક્ત કરાવાનો જામીનબીડો મેટ્રોકોર્ટમાંથી લેવાનો હતો. વકીલે ગુનેગારનાં જામીનદાર તરીકે એક શખ્સને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.જે.પટેલની કોર્ટમાં હાજર કર્યો.  કોર્ટ સમક્ષ અગાઉ ક્યારેય જામીનદાર તરીકે રહ્યો ન હોવાનું સોગંદનામુ જામીનદારે કર્યું. દસ્તાવેજો ચેક કરતા કોર્ટને શંકા ગઇ અને મામલે તપાસ કરાવતા, અગાઉ પણ લગભગ બે મહિના પહેલા આ જ જામીનદારે બીજા એક કેસમાં પણ જામીનદાર તરીકે હાજર રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

mantavyanews.com

50 હજારના જામીનનો આદેશ કોર્ટે કર્યો હોવાથી એક મહિનામાં સોલવંશી પણ કોર્ટમાં જમા કરાવાની હતી. પરંતુ તે જમા કરાવવામાં આવી ન હતી. ઉપરાંત સોલવંશી રજૂ કરવા વધુ સમયની માંગ પણ કોર્ટમાં કરવામાં ન હોવાનું બહાર આવ્યું હતું. જેથી અગાઉ જામીન થયો હોવા છતા અદાલત સમક્ષ ખોટુ સોગંદનામુ કરી ખોટી હકીકત જાહેર કરવા કોર્ટે ગુનો નોંધવા આદેશ કર્યો છે.

કોર્ટ સ્ટાફ, સાક્ષી તરીકે રહેશે તેવું પણ કોર્ટે ચુકાદામાં જણાવ્યું. નોંધનીય છે કે, મેટ્રોકોર્ટમાં બોગસ જામીનદાર અને પૈસા લઇ વારંવાર જામીનદાર રહેતા સંખ્યાબંધ લોકોએ અડ્ડો જમાવ્યો છે. ત્યારે કોર્ટે ગુનો નોંધવાનો દાખલારૂપ આદેશ કર્યો છે. હવે બીજી અદાલતમાં પણ આ પ્રકારની કાર્યવાહી થાય તો આ બદીને થોડે અંશે રોકી શકાય તેમ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, બીજી કોર્ટ પણ આવો માર્ગ અખતીયાર કરે છે કે કેમ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન