સ્વતંત્રતા દિવસ પર પોતાનાં જિલ્લામાં બેસ્ટ કોન્સ્ટેબલનો એવોર્ડ મેળવ્યાંનાં એક દિવસ બાદ એ જ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો. એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ કો. પી. તિરુપતિ રેડ્ડીને તેલંગણાનાં મહેબુબનગર જિલ્લામાં એક રેતીનાં વેપારી પાસેથી 17,000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે પકડ્યો હતો. મહેબુબનગરમાં આઈ-ટાઉન પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ કથિત રીતે રેતીનાં વેપારીને તેનું ટ્રેક્ટર જપ્ત કરવાની ધમકી આપી રહ્યો હતો. અને આમ ન કરવા માટે લાંચ લેતા એસીબીનાં છટકામાં આબાદ ઝડપાયો હતો.

આ કિસ્સો સામે આવતા તેલંગણા પોલીસને સાબાસી દેવી કે વખોડવી તે નક્કી કરવું મુશ્કેલ જણાઇ રહ્યું હોવા જેવી પરિસ્થિતિ થઇ ગઇ હતી. કરપ્ટ કોન્સ્ટેબલને એવોર્ડ આપવો તે ભૂલ કહેવાય, તો સામે એવોર્ડ વીનર કોન્સ્ટેબલને પણ છટકવા દેવામાં ન આવતા બીજે જ દિવસે ઝડપી કાયદો બધા માટે સમાન છે તેવુ સાબિત કરવું સરાહનીય પણ કહેવાય જ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
