નવી દિલ્હી,
વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના પૂર્વ અધ્યક્ષ એવા વિષ્ણુ હરિ ડાલમિયાનું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા અને ત્યારબાદ બુધવાર સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
વિષ્ણુ હરિ ડાલમિયાની વાત કરવામાં આવે તો, તેઓએ VHPના વરિષ્ઠ નેતા અશોક સિંઘલ તેમજ ગિરિરાજ કિશોર સાથે મળીને રામ જન્મભૂમિ આંદોલનમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

VHPના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું હતું કે, ડાલમિયાનું પાર્થિવ શરીર બુધવાર સાંજે ૩ વાગ્યા સુધી તેઓના દિલ્હી નિવાસ્થાન સ્થિત ૧૮ ગોલ્ફ લિક પર રાખવામાં આવશે અને ત્યારબાદ ૪.૩૦ વાગ્યે રાજધાની દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ડાલમિયા વર્ષ ૧૯૭૯માં VHP સાથે જોડાયા બાદ ઉપાધ્યક્ષ અને કાર્યાધ્યક્ષ બન્યા હતા અને ત્યારબાદ ૨૦૦૫ સુધી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા.
વિષ્ણુ હરી ડાલમિયાએ રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ૯૦ના દાયકામાં ચલાવવામાં આવેલા રામ મંદિરના આંદોલનના પ્રમુખ નેતા હતા. આ ઉપરાંત તેઓ ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલે તેઓને પણ સહ-અભિયુક્ત બનાવાયા હતા.
