National News/ લદ્દાખ બાદ હવે અરુણાચલ સીમા સળગાવવાની પેરવીમાં ચીન? ભારતે ઉશ્કેરણી સામે લાલ આંખ કરી

ભારત અને ચીન વચ્ચે Arunachal Pradeshની સીમા પર તણાવ વધ્યો છે. ચીને અરુણાચલના વિસ્તારોના નામ બદલવાનો દાવો કર્યો છે, જેને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢીને ચેતવણી આપી છે.

Top Stories NATIONAL India
Arunachal Pradesh

Border Tension Update Summary: ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ જેવો તણાવ હવે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ની સીમા પર પણ જોવા મળી રહ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે અરુણાચલ પ્રદેશને ‘તથાકથિત’ ગણાવીને તેના પર પોતાનો દાવો ઠોક્યો છે. ચીનનું કહેવું છે કે અરુણાચલ પ્રદેશ (જેને તે ‘જાંગનાન’ કહે છે) તેના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને ત્યાંના સ્થાનોના નામ બદલવાનો તેને પૂરો અધિકાર છે. ભારતે ચીનના આ કાલ્પનિક દાવાઓને સોય ઝાટકીને નકારી દીધા છે અને કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.

ચીનનો ગેરકાયદેસર દાવો

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જિયાકુને મંગળવારે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, ચીને ભારત દ્વારા સ્થાપિત અરુણાચલ પ્રદેશને (Arunachal Pradesh) ક્યારેય સ્વીકાર્યું નથી. ચીન આ વિસ્તારને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે. વર્ષ 2017 થી ચીન સતત અરુણાચલના વિવિધ વિસ્તારો માટે પોતાના કાલ્પનિક નામોની યાદી જાહેર કરી રહ્યું છે.

ભારતની કડક ચેતવણી

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સ્પષ્ટ કર્યું છે કે, ભારતના અભિન્ન અંગ એવા ક્ષેત્રોના નામ બદલવાથી વાસ્તવિકતા બદલાઈ જશે નહીં. તેમણે ચેતવણી આપી છે કે ચીનની આવી હરકતો દ્વિપક્ષીય સંબંધોને સુધારવાના પ્રયાસોને પાટા પરથી ઉતારી શકે છે. ભારત ચીનના આવા કોઈપણ પ્રયાસને સખત શબ્દોમાં નકારે છે.

રણનીતિક કાઉન્ટી અને LAC પર ચહલપહલ

ચીન માત્ર અરુણાચલ (Arunachal Pradesh) જ નહીં, પરંતુ LAC ના પશ્ચિમી ક્ષેત્રમાં પણ સક્રિય થયું છે. શિનજિયાંગ પ્રદેશમાં ચીને ‘સેનલિંગ કાઉન્ટી’ ની રચના કરી છે, જે PoK અને અફઘાનિસ્તાન સરહદની નજીક આવેલું રણનીતિક ક્ષેત્ર છે. અગાઉ ચીને ‘હેઆન’ અને ‘હેકાંગ’ કાઉન્ટી બનાવી હતી, જેનો પણ ભારતે લડાખના સંદર્ભમાં ભારે વિરોધ કર્યો હતો.

સંબંધોમાં સ્થિરતાનો ડોળ

એક તરફ સીમા (Arunachal Pradesh) પર તણાવ વધારી રહ્યું છે, તો બીજી તરફ ચીન એવો દાવો કરી રહ્યું છે કે ભારત-ચીન સંબંધો સ્થિર છે અને તેમની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. ચીન એવી આશા વ્યક્ત કરે છે કે બંને પક્ષો એક જ દિશામાં કામ કરે, પરંતુ તેની વાણી અને વર્તનમાં સ્પષ્ટ તફાવત જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો :  ઈરાનના 8 તેલ ટેન્કરોને અમેરિકાએ અધવચ્ચે રોક્યા, ટ્રમ્પની નાકેબંધીથી ઈરાનનો 90% વેપાર ઠપ