World News/ ઈરાન સાથે 2 દિવસમાં વાતચીત શક્ય’, ટ્રમ્પે પાકિસ્તાન આર્મી ચીફના કર્યા વખાણ.

ડોનાલ્ડ ટ્રમ્પે (Trump)ઈરાન સાથે આગામી 2 દિવસમાં ફરી વાતચીત શરૂ થવાના સંકેત આપ્યા છે. પાકિસ્તાન આર્મી ચીફના વખાણ કરી ટ્રમ્પે ઈસ્લામાબાદમાં બેઠક યોજવાની શક્યતા દર્શાવી છે. જાણો 5 મોટા અપડેટ્સ.

Top Stories World
Trump

International News Summary: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Trump)જાહેરાત કરી છે કે ઈરાન સાથેની શાંતિ વાર્તા આગામી 2 દિવસમાં ફરી શરૂ થઈ શકે છે. ટ્રમ્પે આ મહત્વપૂર્ણ બેઠક માટે પાકિસ્તાનને સૌથી સંભવિત સ્થળ ગણાવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે પાકિસ્તાન આર્મી ચીફ આસિમ મુનીરની કામગીરીના વખાણ કરતા કહ્યું કે, મુનીર સારું કામ કરી રહ્યા છે, તેથી ત્યાં મીટિંગ થવાની શક્યતા વધી ગઈ છે. અગાઉ 11 એપ્રિલે ઈસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી વાર્તા નિષ્ફળ રહી હતી.

છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ:

Trump દ્વારા 15 યુદ્ધ જહાજોની તૈનાતી

અમેરિકાએ (Trump) ઈરાનની નાકેબંધી વધુ કડક કરવા માટે 15 થી વધુ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. જેમાં USS અબ્રાહમ લિંકન અને અનેક ડિસ્ટ્રોયર જહાજો સામેલ છે.

ચીનનો 4 સૂત્રીય પ્રસ્તાવ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે ચાર મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં તમામ દેશોની સાર્વભૌમત્વ અને સુરક્ષાના સન્માનને અનિવાર્ય ગણાવ્યું છે.

ઈરાનને અબજોનું નુકસાન

ઈરાને દાવો કર્યો છે કે અમેરિકા (Trump) અને ઈઝરાયેલના હુમલાઓને કારણે તેને અત્યાર સુધીમાં અંદાજે 270 અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું છે.

સીઝફાયર વાર્તા માટે નવા સ્થળ

અમેરિકા અને ઈરાન વચ્ચે આ અઠવાડિયે ફરી બેઠક યોજાય તેવી શક્યતા છે. આ માટે પાકિસ્તાનનું ઈસ્લામાબાદ અને સ્વિત્ઝર્લેન્ડનું જીનીવા સંભવિત સ્થળો તરીકે ચર્ચાઈ રહ્યા છે.

વિશ્વાસનો અભાવ

ઈરાને અમેરિકા (Trump) પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે અમેરિકા વાતચીતને બદલે પોતાની શરતો થોપવા માંગે છે. ઈરાન મુજબ, અમેરિકા શરૂઆતથી જ વિશ્વાસપાત્ર રહ્યું નથી, જેના કારણે વાર્તામાં અવરોધ આવી રહ્યો છે.


આ પણ વાંચો :    અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની મંત્રણા નિષ્ફળ, હોર્મુઝ અને પરમાણુ શરતો પર પેંચ ફસાયો