Ahmedabad News: અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલમાં છત ધરાશાયી થવાની ઘટના બની હતી. હોસ્ટેલના બ્લોક નંબર બીમાં એક રૂમમાં છતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થી ઘાયલ થયો છે. ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સોલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે , જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
અચાનક છત ધરાશાયી થવાથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ઘટનાસ્થળના ફોટા પણ સામે આવ્યા છે, જેમાં રૂમમાં બેડ પર છતના ટુકડા પડતા સ્પષ્ટ દેખાય છે. આજે, 15 એપ્રિલ, શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજ હોસ્ટેલમાં છત ધરાશાયી થવાની ઘટના બની હતી. હોસ્ટેલના બ્લોક નંબર બીમાં એક રૂમમાં છતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સોલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
અચાનક છત ધરાશાયી થવાથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ઘટનાસ્થળના ફોટા પણ સામે આવ્યા છે, જેમાં રૂમમાં બેડ પર છતના ટુકડા પડતા સ્પષ્ટ દેખાય છે.
