હવામાન વિભાગ/ રાજયમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, જૂનાગઢ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે

Gujarat

ગુજરાતમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદનીહવામાન  વિભાગ  દ્વારા આગાહી કરવામાં આવી છે .જે અંતર્ગત રાજ્યમાં બુધવાર અને ગુરુવારે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જયારે 30મી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે અને દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ છે .

જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, જૂનાગઢ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો જેવા કે, સુરત, તાપી, ડાંગ, નવસારી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મધ્યમાં આણંદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ તથા જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : હોટસીટ પર બેસશે પંકજ ત્રિપાઠી-પ્રતિક ગાંધી, બીગ બી સાથે શેર કરશે દિલચસ્પ કિસ્સાઓ

તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.જેમાં મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી, પોરબંદર તથા દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

આ સિવાય વલસાડના અન્ય ભાગોમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. આ તરફ ભરૂચમાં પડેલા ભારે વરસાદ બાદ ઘણાં ઠેણાએ કેડસમા પાણી ભરાઈ ગયા છે. ઈન્દિરાનગરમાં પુષ્કળ પાણી ભરાયા છે તો શહેરના ફૂરજા ચાર રસ્તા પાસે રસ્તા પરથી નદીઓ વહી રહી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના લીધે લોકોના ઘરો તથા દુકાનોમાં પાણી ઘૂસી જવાની ચિંતામાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો :ભૂલ ભુલૈયા 2’નું મોશન પોસ્ટર થયું રિલીઝ, જાણો તારીખે ફિલ્મ જોવા મળશે