Junagadh News: હવામાન નિષ્ણાત (Weather Specialist) પરેશ ગોસ્વામીએ (Paresh Goswami)આગાહી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના બલુચિસ્તાન (Balouchistan) માં સાઇક્લોનનિક સરક્યુલેશન બન્યું છે. આ સાઇક્લોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદનો પ્રારંભ થયો છે. તેના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનો પ્રારંભ થયો છે.
આગામી પાંચથી આઠ મે દરમિયાન તીવ્ર માવઠું થવાની સંભાવના છે. આગામી પાંચથી આઠ મે દરમિયાન તીવ્ર માવઠું પડે તેવી પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત ગાજવીજ સાથે બેથી ચાર ઇંચ વરસાદ વડી જાય તો પણ આશ્ચર્ય ન થવું જોઈ. આગામી ચાર દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. બે દિવસ હળવા ઝાપટા સાથે માવઠું પૂરું થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે માવઠાની સંભાવના છે. આ ઉપરાંત અડધાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પણ પડવાની સંભાવના છે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતીઓએ આખા એપ્રિલમાં હીટવેવ, લૂ અને ઊંચા તાપમાનનો પ્રકોપ ઝીલ્યો હતો, ઊંચા તાપમાને ગુજરાતીઓની સ્થિતિ કફોડી કરી નાખી હતી, તેમા હવે સળંગ એક અઠવાડિયું રાહત મળે તેવી સંભાવના છે.
તેમણે જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં તો તાપમાન 40 ડિગ્રીથી પણ નીચે ઉતરી જશે અને એક અઠવાડિયા સુધી આમ રહેતા ગરમીમાંથી રાહત મળશે. પાક.માં સર્જાયેલું આ સાઇક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત માટે મોટી રાહત લઈ આવશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ચારથી છ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે.
આ પણ વાંચો: રાજ્યમાં કૃષિ પાકોને લઈને હવામાનની આગાહી
આ પણ વાંચો: Kutchમાં હવામાનની આગાહી કરતી કચેરીમાંથી નિકળ્યો અંગ્રેજી દારૂ, પટ્ટાવાળો વેચી રહ્યો હતો દારૂ..!
