UK News: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે (Keir Starmer) વધતા રાજકીય દબાણ અને પક્ષની અંદરથી ઉઠેલી રાજીનામાની માંગ વચ્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે. લંડનમાં આયોજિત એક સામુદાયિક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમને બ્રિટિશ જનતાએ દેશને બદલવાનો મંડેટ આપ્યો છે અને તેઓ આ જવાબદારીમાંથી પાછળ નહીં હટે.
લેબર પાર્ટીની અંદર અસંતોષના અવાજો ઉઠ્યા હતા. ખાસ કરીને સ્કોટલેન્ડમાં પાર્ટીના નેતા અનસ સરવરે સ્ટાર્મર (Keir Starmer)ને પદ છોડવાની સલાહ આપી હતી. આ નિવેદન બાદ બ્રિટિશ રાજકારણમાં ચર્ચાઓનો તોફાન મચી ગયો હતો.
પીટર મેન્ડલસનની નિમણૂક – કીર સ્ટાર્મરે (Keir Starmer)
આ સમગ્ર વિવાદનું મૂળ અમેરિકામાં બ્રિટિશ રાજદૂત તરીકે પીટર મેન્ડલસનની નિમણૂક છે. મેન્ડલસન પર અમેરિકન અપરાધી જેફરી એપસ્ટીન સાથેના કથિત સંબંધોને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક અહેવાલો મુજબ, નાણાકીય કટોકટી દરમિયાન સંવેદનશીલ સરકારી ચર્ચાઓ વિશે એપસ્ટીન સાથે માહિતી વહેંચવાના આરોપો લાગ્યા છે.
જોકે મેન્ડલસને અત્યાર સુધી જાહેરમાં આ મુદ્દે કોઈ સ્પષ્ટ ટિપ્પણી કરી નથી. તેમના વિરુદ્ધ પોલીસ તપાસ ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિએ લેબર પાર્ટી માટે રાજકીય મુશ્કેલી ઊભી કરી છે.
પાર્ટીની અંદર સમર્થન અને એકતાનો સંદેશ
પ્રારંભિક દબાણ બાદ, સ્ટાર્મર (Keir Starmer)ને તેમના પોતાના પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓનું સમર્થન મળ્યું છે. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એન્જેલા રેનર અને ગ્રેટર મેનચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે જાહેરમાં સ્ટાર્મર (Keir Starmer)પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું છે.
એન્ડી બર્નહામે કહ્યું કે આ સમય પક્ષમાં એકતા જાળવવાનો છે અને સરકારને ઝડપી પરિવર્તનની દિશામાં આગળ વધવું જોઈએ. તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે લેબર પાર્ટી હાલમાં આંતરિક મતભેદોને સમાધાન કરવા પ્રયત્નશીલ છે.

રાજકીય દબાણ અને જાહેર છબી
કીર સ્ટાર્મર (Keir Starmer) માટે આ પરિસ્થિતિ તેમની રાજકીય છબી માટે મહત્વપૂર્ણ છે. એક તરફ તેઓ દેશને પરિવર્તન તરફ દોરી જવાના મિશન પર છે, તો બીજી તરફ પક્ષની અંદરના વિવાદો અને વિપક્ષના હુમલાઓનો સામનો કરી રહ્યા છે. રાજકારણમાં આવા સંજોગો નેતૃત્વની કસોટી સમાન હોય છે. સ્ટાર્મરે (Keir Starmer)સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ જવાબદારીમાંથી ભાગશે નહીં અને દેશ માટે કામ ચાલુ રાખશે.
આ વિવાદનો પ્રભાવ બ્રિટનની આંતરરાષ્ટ્રીય છબી પર પણ પડી શકે છે. અમેરિકામાં રાજદૂતની નિમણૂક અને તેના પર ઉઠેલા પ્રશ્નો બ્રિટિશ વિદેશ નીતિ પર પણ અસર કરી શકે છે. હાલમાં બ્રિટિશ સરકાર પરિસ્થિતિને સંભાળવા પ્રયત્ન કરી રહી છે અને રાજકીય સ્થિરતા જાળવવા પ્રયાસશીલ છે.
આ પણ વાંચો:બ્રિટનના નવા વડાપ્રધાન કીર સ્ટાર્મર, ભારત સાથેના સંબંધો પર શું અસર પડશે
આ પણ વાંચો:સર કીર સ્ટાર્મરે યુકેના નવા વડાપ્રધાન બન્યા પછી કિંગ ચાર્લ્સ-3ની મુલાકાત કરી
