Dharma & Bhakti/ શતભિષા નક્ષત્રમાં સૂર્ય-શુક્ર યુતિથી રાજયોગ રચાશે…આ 3 રાશિઓનું નસીબ બળવાન થશે..!

Surya-Shukra Yuti (સૂર્ય-શુક્ર યુતિ) થી શુભ રાજયોગનું નિર્માણ થશે! આ યોગ 19 ફેબ્રુઆરી 2026 ના રોજ રચાવા જઇ રહ્યો છે. આ યુતિથી 3 રાશિના જાતકોનું નસીબ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Surya-Shukra Yuti, સૂર્ય-શુક્ર યુતિ,રાજયોગ,નસીબવાન

Dharm & Bhakti: શતભિષા નક્ષત્રમાં સૂર્ય અને શુક્રની યુતિ જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જ્યારે ગ્રહોના રાજા સૂર્ય દેવ અને સુખ-સમૃદ્ધિના કારક ગ્રહ શુક્રનું મિલન થવા જઇ રહ્યું છે અને આને કારણે એક ચમત્કારી યુતિ (Surya-Shukra Yuti) રચાવા જઇ રહી છે. આ સૂર્ય-શુક્ર યુતિ થી કેટલાક લોકો માટે શુભ રાજયોગનું નિર્માણ થશે! આ યોગ 19 ફેબ્રુઆરી 2026 (19 ફેબ્રુઆરી 2026)ના રોજ રચાવા જઇ રહ્યો છે.

સૂર્ય-શુક્ર યુતિ (Surya-Shukra Yuti)થી રાજયોગ રચાશે

આ દિવસે શુક્ર શતભિષા નક્ષત્રમાં ગોચર (Shatbhisha Nakshatra Shukra Gochar) કરશે જે સ્થાને અગાઉથી જ સૂર્ય ગ્રહ હાજર હશે. આ સંજોગોમાં આ બંને યુતિથી 3 રાશિ (Zodiac Signs)ના જાતકોનું નસીબ (Luck) ચમકી જશે!

Surya-Shukra Yuti, સૂર્ય-શુક્ર યુતિ,રાજયોગ,નસીબવાન

કુંભ રાશિ

કુંભ રાશિ (Kumbh Rashi)ના જાતકો માટે સુખ-સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થશે. તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને વિદેશ જવાની ઇચ્છા ધરાવનારા લોકોનું સપનું પૂરું થઇ શકે છે. જીવનસાથી સાથેના સંબંધ મજબૂત બનશે. અચાનક ધનપ્રાપ્તિના યોગ સર્જાશે. નવું ઘર કે વાહન (Home or Vehicle) ખરીદવાના શુભ યોગ બનશે. તમે નવા કામની શરુઆત કરી શકો છો અથવા તો તમારા વ્યવસાયનો વ્યાપ વધારી શકો છો. કોઇ જૂના-પુરાણા રોગથી તમને મુક્તિ મળશે.

Surya-Shukra Yuti, સૂર્ય-શુક્ર યુતિ,રાજયોગ,નસીબવાન

સિંહ રાશિ

સિંહ રાશિ (Sinh Rashi)ના જાતકોને બિઝનેસમાં સોનેરી સફળતા (Business Success) મળશે. આ યુતિ તમારા માટે અત્યંત શાનદાર સિદ્ધ થશે. જો તમે વેપાર કરતા હો તો તમારો કોઈ મોટો સોદો ફાઇનલ થઇ શકે છે જેથી ભવિષ્યમાં તમને જબરદસ્ત ફાયદો થશે. તમારી વાણીમાં માધુર્ય આવશે જેથી તમારા અનેક કાર્યો સિદ્ધ થશે.

Surya-Shukra Yuti, સૂર્ય-શુક્ર યુતિ,રાજયોગ,નસીબવાન

મેષ રાશિ

મેષ રાશિ (Mesh Rashi)ના જાતકોને કેરિયરમાં ઉંચી ઉડાન મળવાના યોગ સર્જાઇ રહ્યાં છે. આ યુતિ આવકના નવીન સ્ત્રોત ખોલશે. આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત બનશે. લાંબા સમયથી જે ફસાયેલા નાણા હતા એ પરત મળવાના યોગ છે. રોકાણમાં બમ્પર રિટર્ન મળી શકે એમ જણાય છે. નોકરી કરનારા લોકોને પ્રમોશન (Career Promotion)ના યોગો સર્જાઇ રહ્યાં છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે અને સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…

આ પણ વાંચો: કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…