Dharma & Bhakti/ 5 રાશિઓ પર શનિની વક્ર દ્રષ્ટિ…મહાશિવરાત્રિની સાંજે ચૂપચાપ કરવા આ 5 દાન…સંકટ ટળી જશે!

Mahashivratri (મહાશિવરાત્રિ)ના વિશેષ દિને કરવામાં આવતા આ 5 દાન શનિના પ્રકોપને શાંત કરીને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. મહાદેવ શનિદેવના ગુરુ છે….

Trending Religious Rashifal Dharma & Bhakti
Mahashivratri , મહાશિવરાત્રિ, દાન,શનિ,કૃપા

Dharm & Bhakti: મહાશિવરાત્રિ (Mahashivratri) નું પાવન પર્વ કેવળ મહાદેવની ભક્તિ જ નથી પણ કુંડળીના ક્રૂર ગ્રહો (Grah)ને શાંત કરવા માટેનો સુઅવસર છે. વર્ષ 2026ની મહાશિવરાત્રિ એ લોકો માટે સંજીવની સમાન છે જે શનિની સાડાસાતી કે ઢૈયાનો માર પણ ઝીલી રહ્યાં છે! જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, મહાદેવ શનિ દેવ (Shani)ના ગુરુ છે, આથી આ વિશેષ દિને કરવામાં આવતા કેટલાક વિશેષ દાન શનિના પ્રકોપને શાંત કરીને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

Mahashivratri , મહાશિવરાત્રિ, દાન,શનિ,કૃપા

આ 5 રાશિઓ પર શનિની વિશેષ અસર

હાલમાં સિંહ અને ધનુ રાશિના લોકો શનિની ઢૈયાથી હેરાન-પરેશાન છે જ્યારે કુંભ, મીન અને મેષ રાશિ પર સાડા સાતીનો પ્રભાવ છે. જો તમે પણ આ રાશિઓના જાતકો છો તો તમારા માટે મહાશિવરાત્રિએ આ 5 દાન આપવાથી ભાગ્ય પરિવર્તન થઇ શકે છે.

મહાશિવરાત્રિ (Mahashivratri)એ કરવા આ 5 મહા દાન

Mahashivratri , મહાશિવરાત્રિ, દાન,શનિ,કૃપા

1. લોખંડનું દાન

કેરિયર માં ઊંચી ઉડાન મળી શકશે કારણ કે, શનિ દેવની પ્રિય ધાતુ લોખંડ છે. આ તહેવારે લોખંડની તવી, કઢાઇ કે કોઇ પણ ઓજાર કોઇ જરુરતમંદ વ્યક્તિને દાન કરવાથી શનિ શાંત બને છે અને કારકિર્દીમાં વિઘ્નો દૂર થાય છે.

2. સરસિયું

સરસવનું તેલ (Mustard Oil) દાન કરવું એ રામબાણ ઇલાજ છે. એક લોખંડ (Iron)ની વાડકીમાં તેલ ભરીને એમાં પોતાનો ચહેરો જોવો અને પછી એને દાન કરી દેવું. આને છાયાદાન કહે છે. આ ઉપાયથી કોર્ય-કચેરી કે દુર્ઘટનાઓથી બચી શકાશે.

3. કાળા તલ

પિતૃદોષ (Pitru dosh)  શનિદોષનું નિવારણ શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવાથી થઇ શકશે. આ સાથે જ આ દિવસે કાળા તલનું દાન કરવું જેથી શનિદેવને પ્રસન્ન કરી શકાય. આમ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં બરકત આવે છે.

Mahashivratri , મહાશિવરાત્રિ, દાન,શનિ,કૃપા

4. કાળા કપડાં

આ દિવસે કાળા કપડાનું દાન કરવાથી શનિ ગ્રહની નકારાત્મક ઊર્જા શોષાઇ જાય છે અને જીવન પ્રગતિમય બને છે. આ માટે એટલું ધ્યાન રાખવું કે કાળઆ કપડાં શનિવારે ન ખરીદવા પણ અગાઉથી ખરીદીને રાખવા.

5. છત્રીનું દાન

માનસિક શાંતિ અને તણાવમુક્તિ માટે છત્રી (Umbrella)નું દાન કરવું ઉત્તમ છે. જે પ્રકારે છત્રી તાપ અને વરસાદથી રક્ષણ કરે છે એ જ પ્રકારે આ દાન તમને શનિની વક્ર દ્રષ્ટિથી રક્ષશે.

મંત્ર જાપ

મહાશિવરાત્રિના દિવસે દાન કરતી વખતે,

ૐ નમ: શિવાય

ૐ શં શનૈશ્વરાય નમ:

આ મંત્ર જાપ મનમાં અવશ્ય કરવો. મહાદેવની અનુમતિ વિના શનિદેવ કોઇને કષ્ટ નથી આપતા આથી આ દિવસે શિવભક્તિ કરવી તમારી મોટી રક્ષાઢાલ બની શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: વૃષભ રાશિના જાતકો માટે 2026ની 10 ભવિષ્યવાણીઓ…આર્થિક ક્ષેત્રે સોનેરી સમયનો પ્રારંભ..!

આ પણ વાંચો: માયાવી ગ્રહ રાહુ બન્યો શક્તિશાળી, 2026માં આર્થિક અને કેરિયર ક્ષેત્રે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ…

આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહીં