Lifestyle/ ભગવાન શિવનું પ્રિય ફળ બોરની આવી સિઝન…નાનું અમથું બોર છે અમૃતફળ…જાણીએ સ્વાસ્થ લાભ..!

Bor Fruit (બોર ફળ)ને તમારા ડાયેટમાં અવશ્ય સામેલ કરીને એનું સેવન કરવું હૅલ્થ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. ભગવાન શિવને પ્રિય આ અમૃતફળ…

Trending Food Health & Fitness Lifestyle Dharma & Bhakti
Bor Fruit ,બોર ફળ, સ્વાસ્થ લાભ,ભગવાન શિવ, પ્રિય

Lifestyle: મહાશિવરાત્રિ આ વર્ષે 15 ફેબ્રુઆરી 2026 (Mahashivratri, 15 February 2026)ના રોજ આવનાર છે. આ વિશેષ પાવન દિવસે ભગવાન શિવ (Lord Shiva)નું મનપસંદ ફળ બોર (Bor Fruit) એમને અર્પણ કરવામાં આવે છે. બોર ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવતુ ફળ છે.

Bor Fruit ,બોર ફળ, સ્વાસ્થ લાભ,ભગવાન શિવ, પ્રિય

બોર ફળ (Bor Fruit) ભગવાન ભોલેનાથનું પ્રિય ફળ કેમ છે?

ભગવાન ભોલેનાથને બોર અત્યંત પ્રિય હોવા અંગે મુખ્યત્વે ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ જવાબદાર ગણાય છે. મહાશિવરાત્રિ જેવા પાવન અવસરે શિવલિંગ પર એનો પ્રસાદ અર્પણ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે એમ માનવામાં આવે છે. એનું અન્ય ધાર્મિક મહત્વ એ છે કે, બોરડીના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી (Lakshmi-Vishnu)નો વાસ માનવામાં આવે છે, આથી પણ આ ફળને પવિત્ર ગણવામાં આવે છે અને એનો ભગવાનને પ્રસાદ (Prasad) ધરાવવામાં આવે છે.

Bor Fruit ,બોર ફળ, સ્વાસ્થ લાભ,ભગવાન શિવ, પ્રિય

બોર ખાવાના સ્વાસ્થ્ય લાભ

બોરની અનેક પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે અને આ ખટમીઠાં સ્વાદ વાળા આ નાના અમથા સુપરફૂડ મનાતા ફળનું હાલ પણ બજારમાં ઠેર-ઠેર આગમન થયેલું તમને જોવા મળશે!

હવે તો જાન્યુઆરી મહિનો પૂર્ણતાના આરે છે. આથી હવે આ બોર (Berry Fruit)ને તમારા ડાયેટ (Diet)માં અવશ્ય સામેલ કરીને એનું સેવન કરવું હૅલ્થ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. બોર ખાવાથી શરીરને અનેક લાભ થાય છે. આ ફ્રુટ આપણને અનેક બીમારીઓ (Diseases) સામે લડવામાં મદદ કરે છે. તો ચાલો, હવે એને ખાવાના ફાયદા (Health Benefits) અને કયા-કયા લોકોએ અવશ્ય આ ફળ ખાવા જ જોઇએ એ વિશે જાણીએ…

એમાંથી વિટામિન સી, વિટામિન એ અને વિટામિન બી 12 (Vitamin C, Vitamin A, Vitamin B12) પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, આ ફળ અનેક એન્ટિઓક્સિડન્ટ્સ ધરાવે છે. દરરોજ 10 થી 12 બોર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને બીમારીઓ દૂર રહે છે.

Bor Fruit ,બોર ફળ, સ્વાસ્થ લાભ,ભગવાન શિવ, પ્રિય

બોર ખાવાના લાભ કયા-કયા છે?

1. જે લોકો સ્થૂળતા (Obesity)થી પીડિત હોય એમના માટે તો આ વરદાન સમાન છે કારણ કે, એને ખાવાથી તમને વારંવાર કંઇક ખાધા કરવાની ક્રેવિંગ (Craving) દૂર થાય છે.

2. મેટાબોલિઝમ (Metabolism)ને ઝડપી બનાવવા માટે એ અસરકારક સાબિત થાય છે. એક લૉ કેલરી ફળ હોવાથી વેઇટ લોસ જર્ની (Weight Loss Journey)માં સહાયક બને છે.

3. એમાં ફાઇટો કૉન્સટિટ્યૂઅન્ટ્સ ઘણા હોય છે અને જે હાર્ટને હૅલ્ધી બનાવે છે.

4. એમાં હાજર નાઇ્ટ્રિક ઓક્સાઇડ બ્લડ ફ્લોને બહેતર બનાવે છે જેથી બ્લડ પ્રેશરને કંટ્રોલ (BP Control) કરી શકાય છે.

5. ચહેરાની ત્વચા (Skin)ને સ્વચ્છ રાખવામાં એ અસરકારક છે કારણ એના સેવનથી સ્કિન પરના નિશાન ઝાંખા થઇ શકે છે.

Bor Fruit ,બોર ફળ, સ્વાસ્થ લાભ,ભગવાન શિવ, પ્રિય

6. એમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ વયવૃદ્ધિની પ્રક્રિયાને ઓછી કરવામાં સહાયક છે.

7. એમાં ફ્રી રેડિકલ્સ સામે લડનારા ઘટક હાજર હોય છે જે એજીંગ પ્રક્રિયાને ધીમી (Anti-Aging) કરે છે.

8. એમાં અનેક ખનીજો (Minerals) પ્રાપ્ત થાય છે જે ખાવાથી હાડકાં (Bones) મજબૂત બને છે.

9. ફાઇબર (Fiber)થી સભર હોવાથી એ પેટ અને પાચનને સુચારુ રાખે છે.

આવા ગુણકારી બોરને કાચા, સૂકા કે થોડા પાકી જાય પછી ખાઇ શકાય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: શિયાળામાં તમારા હાથ-પગ પર સોજા આવે છે? આંગળીઓની પીડા અને ખંજવાળથી રાહત મેળવવાની હૅલ્થ ટિપ્સ..!

આ પણ વાંચો: ફાઇબરયુક્ત આહાર શા માટે મહત્વપૂર્ણ છે? દૈનિક કાર્યોમાં આ રીતે કરો સામેલ

આ પણ વાંચો: ડાયેટ પ્લાન વિના જ મહિલાએ 18 મહિનામાં ઘટાડ્યું 45 કિલો વજન…!! જાણીએ 5 સિક્રેટ વેટ લોસ હૅલ્થ ટિપ્સ..!