Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્ર પંચાંગ અનુસાર, જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં ગ્રહોના ગોચરથી એક વિશેષ સંયોગ લક્ષ્મી નારાયણ-બુધાદિત્ય યોગ (Lakshmi Narayan Yog-Budhaditya Yog)નું નિર્માણ થશે. વાસ્તવમાં, 21 જાન્યુઆરી 2026 (21 January 2026)ના રોજ શુક્ર-બુધ અને સૂર્ય-બુધ અત્યંત દુર્લભ યોગો પૈકીના એક એવા નિર્માણ કરવા જઇ રહ્યાં છે.
શુક્ર તથા બુધનો એક જ નક્ષત્રમાં પ્રવેશ
આ દિવસે, શુક્ર તથા બુધ એક જ નક્ષત્ર (Shravan Nakshatra)માં પ્રવેશ કરશે અર્થાત્ આરામ, ભોગ-વિલાસ, ઐશ્વર્ય અને કૌટુંબિક સુખનો કારક શુક્ર ગ્રહ શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ, બુદ્ધિ અને વેપારનો સ્વામી બુધ ગ્રહ પણ આ જ નક્ષત્રમાં પ્રવેશ કરશે, આથી સર્જાશે લક્ષ્મી નારાયણ યોગ (Lakshmi Narayan Yog)! જે આર્થિક મજબૂતી અને સૌભાગ્યવર્ધક યોગ ગણાય છે.
લક્ષ્મી નારાયણ યોગ ((Lakshmi Narayan Yog) દુર્લભ સંયોજન
જો કુંડળીમાં લગ્નનો સ્વામી અને નવમા ભાવનો સ્વામી કુંડળીના નવમા ભાવમાં સંલગ્ન થાય છે, તો આને પરિણામે યશ, ખ્યાતિ, ધન-સંપત્તિ, આરામ, અવસરો અને ખૂબ જ ભાગ્યશાળી સંજોગો ઉત્પન્ન થાય છે. આ યોગનું સર્જન થવું એ એક શુભ અને દુર્લભ સંયોજન ગણાય છે.
આ ઉપરાંત, 21 જાન્યુઆરીની રાત્રે 9 વાગીને 15 મિનિટ પર સૂર્ય અને બુધ (Surya & Budh Grah) પણ એકબીજા સાથે 0 અંશના અંતરે વિરાજમાન થઇને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, આ અનોખો સંયોગ ધન, સુખ અને લગ્નજીવન સાથે સંલગ્ન છે. તો ચાલો જાણીએ કે, 21 જાન્યુઆરીએ રચાવા જઇ રહેલા લક્ષ્મી નારાયણ યોગ (Lakshmi Narayan Yog) અને બુધાદિત્ય રાજયોગને કારણે કઇ-કઇ રાશિઓનું ભાગ્ય પ્રબળ બનશે?
21 જાન્યુઆરી (21 January) 2026 ના રોજ સર્જાશે લક્ષ્મી નારાયણ-બુધાદિત્ય યોગ
આ યોગના કારણે આ 4 રાશિઓનું નસીબ ચમકી શકે છે.

વૃષભ રાશિ
લક્ષ્મી નારાયણ (Lakshmi Narayan Yog) અને બુધાદિત્ય રાજયોગના કારણે વૃષભ રાશિ (Vrushabh Rashi)ના જાતકોને ઘણો લાભ ખશે. આવકના સ્ત્રોત ખૂલી શકે છે. આ ઉપરાંત, ક્યાંક અટકી ગયેલું ધન (Money) પણ પરત મળવાની આશા છે. ઑફિસ કે કાર્યસ્થળે તમારા પ્રયાસોથી તમને આગવી ઓળખ મળશે. મોટા અધિકારીઓ પણ સહયોગ કરશે. વેપાર ક્ષેત્રે ફાયદો થવાના સંકેત મળી રહ્યાં છે. સમજી-વિચારીને કરવામાં આવેલા રોકાણથી લાભ પ્રાપ્ત થઇ શકે છે. જીવનસાથી સાથેના સંબંધો પણ સુદ્રઢ બનશે.

મકર રાશિ
મકર રાશિ (Makar Rashi)વાળા જાતકો પર આ યોગ (Lakshmi Narayan Yog)નો પ્રભાવ વિશેષ રહેશે, એમને આત્મવિશ્વાસ વધશે અને કેરિયર (Career)માં કોઈ મોટી તક પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારે બચત પર પણ વિશેષ ધ્યાન આપવું પડશે. ઘર, જમીન કે વાહન સંબંધી કોઇ મોટો નિર્ણય આવી શકે છે. કુટુંબ અને જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને અગાઉ કરેલા પ્રયાસોનું ઉત્તમ ફળ મળવાથી મન પ્રસન્ન રહેશે. નવી યોજનાઓ પર પણ કામનો અમલ પ્રારંભ થઇ શકે છે.

કન્યા રાશિ
કન્યા રાશિ (Kanya Rashi)ના જાતકો માટે આ સમય લાભપ્રદ અને મહેનતનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવાનો છે. આર્થિક લાભ મલવાના યોગો સર્જાઇ રહ્યાં છે. કારકિર્દિમાં પરિવર્તન અથવા નવીન શરુઆત માટે આ સમય અનુકૂળ સાબિત થશે. વેપારમાં વ્યાપ વધવાની સંભાવના છે. ભાગીદારીથી ફાયદો મળી શકે છે. પ્રણય સંબંધો (Love Relationship)માં સ્થિરતા જોવા મળશે અને પરિવારમાં પણ કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. વળી, લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ થશે. ભણતર અને ઇન્ટરવ્યૂ સંલગ્ન કાર્યોના પ્રયાસોમાં પણ સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

મિથુન રાશિ
મિથુન રાશિ (Mithun Rashi)ના જાતકો માટે લક્ષ્મી નારાયણ (Lakshmi Narayan Yog) તથા બુધાદિત્ય રાજયોગનું આ નિર્માણ અત્યંત શુભ સાબિત થઇ શકે છે. આ સમય આગળ વધવાનો છે અને તમને એ માટે અનેક અવસરો પ્રાપ્ત થશે. નોકરીમાં પદોન્નતિ (Job Promotion) થઇ શકે છે અથવા તો જવાબદારી વધી શકે છે. આવકની સ્થિતિ અગાઉથી બહેતર બનશે. ફસાયેલા નાણા પરત મળવાથી તમે રાહત અનુભવશો. વેપારમાં નવા સોદાથી લાભ મળી શકે છે. તમારી સમજદારી અને વાતચીતની કળા તમને યોગ્ય અવસર આપાવશે અને સમાજમાં તમારો મોભો વધશે. આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ જોવા મળશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: શ્રાવણી અમાવસ્યા શું છે? મહત્વ અને વ્રત અને પૂજાની વિધિ જાણીએ!
આ પણ વાંચો: મકર સંક્રાંતિ પર શુભ માઘ સ્નાનનો મહાસંયોગ….જાણીએ શુભ મુહૂર્ત અને મહત્વ..!
