Not Set/ વિવાદિત રાફેલ ડીલની તપાસ કરવા માટેની તમામ પીટીશન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવાઈ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર અને ફ્રાંસની સરકાર વચ્ચે કરવામાં આવેલી ફાઈટર પ્લેન રાફેલની ડીલ અંગે દેશભરમાં એક ધમસાણ ચાલી રહ્યું છે. સત્તાપક્ષ તેમજ વિપક્ષી પાર્ટીઓ દ્વારા આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદિત મામલાની તપાસ માટે કરવામાં આવેલી તમામ પીટીશન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. શુક્રવારે દેશની સર્વોચ્ચ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર અને ફ્રાંસની સરકાર વચ્ચે કરવામાં આવેલી ફાઈટર પ્લેન રાફેલની ડીલ અંગે દેશભરમાં એક ધમસાણ ચાલી રહ્યું છે. સત્તાપક્ષ તેમજ વિપક્ષી પાર્ટીઓ દ્વારા આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદિત મામલાની તપાસ માટે કરવામાં આવેલી તમામ પીટીશન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.

શુક્રવારે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા રાફેલ ડીલ અંગે હાથ ધરાયેલી સુનાવણી દરમિયન આ આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, “આ વિવાદિત મામલા સાથે જોડાયેલી કોઈ પણ તપાસ માટે તેઓ તૈયાર નથી”.

આ પહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ કે એમ જોસેફની ખંડપીઠ દ્વારા આ મામલે કરવામાં આવેલી પીટીશન ૧૪ નવેમ્બરના રોજ પૂરી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલમાં કથિત અનિયમિત્તાઓનો આરોપ લગાવતા સૌથી પહેલા વકીલ મનોહર લાલ શર્માએ જનહિતમાં એક અરજી દાખલ કરી હતી. ત્યારબાદ વકીલ વિનીત ઢાંડાએ પણ પીટીશન દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં આ ડીલની તપાસ માટે અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત ભાજપના બે પૂર્વ મંત્રી યશવંત સિન્હા અને અરુણ શૌરીની સાથે સાથે વકીલ પ્રશાંત ભૂષણે પણ એક અલગ પીટીશન દાખલ કરી હતી.

શું છે આ વિવાદિત ડીલ ?

અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાના સૌથી અત્યાધુનિક ફાઈટર પ્લેનમાંના એક રાફેલની ડીલ મોદી સરકાર અને ફ્રાંસની સરકાર વચ્ચે કરવામાં આવી હતી. પીએમ મોદીની ફ્રાંસની યાત્રા દરમિયાન તેઓએ ઘોષણા કરી હતી કે, ફ્રાંસ પાસેથી ભારત ૩૬ રાફેલ પ્લેન ખરીદશે.

૧૦ એપ્રિલ, ૨૦૧૫ના રોજ કરવામાં આવેલી ડીલ મુજબ, ભારત અંદાજે ૫૮,૦૦૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ૩૬ રાફેલ ફાઈટર પ્લેન ખરીદવાનો કરાર  થયો હતો.

જો કે ત્યારબાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા આ ડીલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાફેલ ડીલ અંગે પીએમ મોદી પર હુમલો બોલતા રહ્યા છે તેમજ આ ડીલમાં અનિલ અંબાણીની કંપનીની ભાગીદારીને લઈને પણ સવાલો ઉઠાવી ચુક્યા છે.