Not Set/ IND v/s IRE : આયર્લેન્ડને ૭૦ રનમાં સમેટવાની સાથે જ વિરાટ બ્રિગેડે હાંસલ કરી ટી-20ની સૌથી મોટી જીત

ડબ્લિન, ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બે ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચમાં  ભારતીય ટીમે  શાનદાર વિજય મેળવ્યો છે. ડબ્લિનના માલાહાઇડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટી-20 મેચમાં યજમાન ટીમ માત્ર  ૭૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને વિરાટ બ્રિગેડે આ ફોર્મેટમાં  સૌથી વધુ ૧૪૩ રનથી જીત મેળવી છે.  આ પહેલા ભારતીય ટીમે શ્રીલંકા સામે ગત વર્ષે ૯૩ રનથી […]

Trending Sports

ડબ્લિન,

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બે ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચમાં  ભારતીય ટીમે  શાનદાર વિજય મેળવ્યો છે. ડબ્લિનના માલાહાઇડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટી-20 મેચમાં યજમાન ટીમ માત્ર  ૭૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને વિરાટ બ્રિગેડે આ ફોર્મેટમાં  સૌથી વધુ ૧૪૩ રનથી જીત મેળવી છે.  આ પહેલા ભારતીય ટીમે શ્રીલંકા સામે ગત વર્ષે ૯૩ રનથી મેચ જીતી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૨૧૩ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો.  ૨૧૪  રનના જવાબમાં આયર્લેન્ડની ટીમ માત્ર ૭૦ રનમાં તંબુભેગી થઇ ગઈ હતી. આ સાથે જ બે મેચની શ્રેણી ભારતે ૨-0થી જીતી લીધી છે.

ભારત તરફથી ઓપનર બેટ્સમેન કે એલ રાહુલે માત્ર ૩૬ બોલમાં ૬ સિક્સર અને 3 ચોક્કા સાથે ૭૦ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જયારે બે ટી-૨૦ મેચની સિરીઝમાં ૬ વિકેટ લેનાર યુજ્વેન્દ્ર ચહલને મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૨૧૩ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ભારતીય ટીમ તરફથી કે એલ રાહુલે ૩૬ બોલમાં ૭૦ રન ફટકાર્યા હતા, જયારે સુરેશ રૈનાએ પણ ૪૫ બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે ૬૯ રનની ઇનિંગ્સ રમી હતી. ઇનિંગ્સની અંતિમ ઓવરોમાં ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યાએ માત્ર ૯ જ બોલમાં ૪ સિક્સર સાથે ૩૨ રન બનાવ્યા હતા અને ટીમનો સ્કોર ૨૦૦ રનને પાર પહોચાડ્યો હતો.

ભારત દ્વારા આપવામાં આવેલા ૨૧૪ રનના વિશાળ ટાર્ગેટ સામે યજમાન ટીમ માત્ર ૭૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી. આયર્લેન્ડની ટીમના કોઈ પાન બેટ્સમેન ભારતની સ્પિન જોડી સામે ટકી શક્યા ન હતા અને ભારતે ૧૪૩ રનના મોટા માર્જિનથી મેચ જીતી હતી. ભારતીય ટીમ તરફથી સ્પિન જોડી યુજ્વેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે અનુક્રમે ૨-૨ વિકેટ મેળવી હતી.

ટી-૨૦ ફોર્મેટમાં અત્યારસુધીના ૫ સૌથી મોટા વિજય :

કેન્યા v/s શ્રીલંકા , ૨૦૦૭  :  ૧૭૨  રન

ભારત v/s આયર્લેન્ડ , ૨૦૧૮  :  ૧૪૩  રન

પાકિસ્તાન v/s  વેસ્ટ ઈન્ડિઝ, ૨૦૧૮  :  ૧૪૩  રન

દક્ષિણ આફ્રિકા v/s  સ્કોટલેન્ડ , ૨૦૦૯  :  ૧૩૦ રન

ન્યુઝીલેન્ડ  v/s  વેસ્ટ ઈન્ડિઝ , ૨૦૧૮  :  ૧૧૯ રન

ઇંગ્લેન્ડ v/s અફઘાનિસ્તાન, ૨૦૧૨  :  ૧૧૬ રન