Patan News/ આનંદીબેન પટેલની માતાઓને ટકોર, ‘દીકરીના વર્તન પર નજર રાખવી જરૂરી’

પૂર્વ સીએમ આનંદીબેન પટેલે (Anandiben Patel) હરિદ્વારમાં દીકરીઓના ઉછેર અને ચૂંટણી ખર્ચ અંગે મહત્વના નિવેદનો આપ્યા છે. તેમણે વાલીઓને સાવચેતી રાખવા અને કાર્યકર્તાઓ સાથે જોડાવા અપીલ કરી.

Gujarat Others Trending
Anandiben Patel Haridwar Speech

Anandiben Patel Haridwar Speech: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત આનંદીબેન પટેલે હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજની ભાગવત કથા દરમિયાન સામાજિક મૂલ્યો અને સંસ્કારો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વાલીઓને શંકા નહીં પણ સાવચેતી રાખવા અપીલ કરતા કહ્યું કે, દીકરીઓ પર નજર રાખવી અત્યંત જરૂરી છે.

Anandiben Patel Haridwar Speech

સંતાનોના વર્તન પર રાખો નજર: Anandiben Patel

આનંદીબેને ખૂબ જ પ્રેક્ટિકલ ઉદાહરણ આપતા જણાવ્યું કે, “જો તમારી દીકરી અત્યાર સુધી તમારી બાજુમાં બેસીને જ વાત કરતી હોય અને અચાનક કોઈનો ફોન આવતા તે બાજુના રૂમમાં જઈને ધીમેથી વાત કરવાનું શરૂ કરે, તો સમજી લેજો કે કંઈક ખોટું (Something is wrong) છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મિત્રો હોઈ શકે, પણ મિત્રો-મિત્રોમાં ફરક હોય છે. દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ન જાય તેનું ધ્યાન રાખવું એ વાલીઓની જવાબદારી છે અને કથાઓમાં કદાચ આવી વાતો ન થતી હોય, પણ વર્તમાન સમયની આ જ સાચી ‘કથા’ છે.

ચૂંટણી ખર્ચ અંગે કર્યો મોટો ખુલાસો

રાજકારણમાં વધતા જતા રૂપિયાના પ્રભાવ અંગે પણ આનંદીબેને નિખાલસતાથી વાત કરતા પોતાના સમયના ચૂંટણી ખર્ચની સરખામણી આજની સ્થિતિ સાથે કરી હતી. આનંદીબેને જણાવ્યું કે ગુજરાતમાં તેમના સમયમાં ચૂંટણીનો ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી જ થતો હતો. ઘાટલોડિયામાં તો આનાથી પણ ઓછો ખર્ચ થતો, જે કલેક્ટર પણ માનવા તૈયાર ન હતા. તેની સામે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ખર્ચનો આંકડો ૨૫ થી ૩૫ કરોડ સુધી પહોંચી જાય છે, જે ખરેખર ચિંતાજનક છે.

Anandiben Patel Haridwar Speech

ઓછા ખર્ચમાં જીતવાનું રહસ્ય

ચૂંટણીમાં ઓછા ખર્ચમાં જીતવાનું રહસ્ય જણાવતા તેમણે કહ્યું કે, માત્ર વોટ લઈને ‘રામ-રામ’ કરી લેવા તે પૂરતું નથી. કાર્યકર્તાઓને પ્રેમ કરો, તેમના ઘરે જાઓ અને તેમના સુખ-દુઃખમાં સહભાગી બનો. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ટકી રહી છે તેના મૂળમાં કાર્યકર્તાઓનો પરિશ્રમ, વિશ્વાસ અને સંસ્કાર છે.


આ પણ વાંચો: UPમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો

આ પણ વાંચો: રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી

આ પણ વાંચો: આનંદીબેન પટેલે લીધો કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ