Ahmedabad News/ રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળ પક્ષી અભયારણ્ય (Bird Sanctuary)ની મુલાકાત લીધી, પક્ષીવિદો સાથે ચર્ચા કરી અને ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.

Gujarat Ahmedabad Trending
Bird Sanctuary

Thol Bird Sanctuary News  : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તાજેતરમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકા નજીક આવેલા વિશ્વપ્રસિદ્ધ થોળ પક્ષી અભયારણ્ય (Bird Sanctuary)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અભયારણ્યના વિવિધ વિસ્તારોમાં જઈ પક્ષી( નિરીક્ષણ કર્યું હતું તેમજ વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પક્ષીવિદો સાથે યાયાવર તથા સ્થાનિક પક્ષીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

રાજ્યપાલ આનંદીબેન પટેલને સ્થાનિક પક્ષીવિદોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે થોળ અભયારણ્યમાં શિયાળાની ઋતુ દરમિયાન બાર-હેડેડ ગીઝ, ગ્રેલેગ ગીઝ, ડાલમેશિયન પેલીકન, કોમન ક્રેન, બ્રાહ્મણી ડક, રફ અને રીવ જેવા અનેક યાયાવર પક્ષીઓ જોવા મળે છે. આ પક્ષીઓ સાયબેરીયા, રશિયા, મંગોલિયા, કઝાકિસ્તાન અને ચીન જેવા દેશોમાંથી લાંબા અંતર કાપીને અહીં આવે છે.

નેચર વોક અને પ્રવાસીઓ સાથે સંવાદ

મુલાકાત દરમિયાન રાજ્યપાલે થોળ અભયારણ્ય (Sanctuary)માં નેચર વોક પણ કરી હતી. આ દરમિયાન તેમણે અભયારણ્યની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે સહજ સંવાદ સાધ્યો હતો અને થોળના કુદરતી સૌંદર્ય તેમજ પક્ષી વૈવિધ્ય વિશે માહિતી મેળવી હતી. સાથે જ નાયબ વન સંરક્ષક અને અન્ય અધિકારીઓ સાથે ભવિષ્યમાં યાયાવર પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે લેવાયેલી પહેલો અંગે ચર્ચા કરી હતી.

Bird Sanctuary

‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ

રાજ્યપાલ આનંદીબેન પટેલે થોળ અભયારણ્ય (Sanctuary) સંકુલમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કર્યું હતું અને પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.

યાયાવર પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન

થોળ પક્ષી અભયારણ્ય (Bird Sanctuary)નું સરોવર લગભગ 699 હેક્ટર (6.99 ચોરસ કિમી) વિસ્તારમાં ફેલાયેલું છે. સિંચાઈ તળાવ તરીકે ઉપયોગમાં લેવાતું આ સરોવર શિયાળામાં હજારો પક્ષીઓ માટે આશ્રયસ્થાન બની રહે છે. આ વિસ્તારને મહત્વપૂર્ણ પક્ષી વિસ્તાર (IBA) તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

Bird Sanctuary

Bird Sanctuary ને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત

ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટ 2021ના રોજ થોળ પક્ષી અભયારણ્ય (Bird Sanctuary)ને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘રામસર સાઇટ’ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ હતી. છેલ્લી પક્ષી ગણતરી મુજબ અહીં અંદાજે 55,587 પક્ષીઓ અને લગભગ 74 જાતિના પક્ષીઓ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ 320થી વધુ જાતિના પક્ષીઓ અહીં નોંધાયા છે, જેમાંથી 78 જાતિના યાયાવર પક્ષીઓ છે. આ અભયારણ્ય 118 જાતિના પક્ષીઓ માટે સંવેદનશીલ નિવાસસ્થાન તરીકે પણ ઓળખાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: થોળ-નળસરોવરમાં 54 કરોડના ખર્ચે ફેસિલિટી વિકસાવાશે

આ પણ વાંચો: થોળ પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન, લોકોમાં જોવા મળ્યું કુતૂહલ

આ પણ વાંચો: ગઢડા-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, બે યુવાનોના મોત, એક ગંભીર ઇજાગ્રસ્ત