જાણીતા ફિલ્મ નિર્દેશક બુદ્ધદેવ દાસગુપ્તા વય સંબંધિત બિમારીઓને કારણે ગુરુવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. પરિવારના સભ્યોએ આ માહિતી આપી. દાસગુપ્તા 77 વર્ષના હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમના વિવિધ કાર્યોથી સમાજના તમામ વર્ગના દિલને સ્પર્શી ગયું છે.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, બુદ્ધદેવ દાસગુપ્તાના નિધનથી દુખી છું. તેમના વિવિધ કાર્યો સમાજના તમામ વર્ગના દિલને સ્પર્શી ગયા છે. તેઓ પ્રખ્યાત ચિંતક અને કવિ પણ હતા. દુખની આ ઘડીમાં તેમના પરિવારના સભ્યો અને તેના પ્રિયજનો પ્રત્યેની મારી સંવેદના.
Anguished by the demise of Shri Buddhadeb Dasgupta. His diverse works struck a chord with all sections of society. He was also an eminent thinker and poet. My thoughts are with his family and several admirers in this time of grief. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 10, 2021
બીજી તરફ રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કર્યું છે કે, ‘બુદ્ધદેવ દાસગુપ્તાનાં નિધનથી દુખી છું. તેમનાં વિવિધતાપૂર્ણ કાર્યએ સમાજનાં તમામ વર્ગોનાં દિલનાં તાર હલાવ્યાં છે. તો એક પ્રસિદ્ધ વિચારક અને કવિ પણ હતાં. દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમનાં પરિવારનાં સભ્યો અને તેનાં ચાહકો સાથે છે. ‘
Buddhadeb Dasgupta enriched our arts and culture with his world-renowned films as well as poetry – both animated by a heartfelt lyricism. In his passing away, we have lost an extraordinary artist. My condolences to the bereaved family.
— President of India (@rashtrapatibhvn) June 10, 2021
તેમનાં નિધન પર દુખ જાહેર કરતાં ફિલ્મકાર ગૌતમ ધોષે કહ્યું કે, બુદ્ધ દા ખરાબ તબિયત છતા ફિલ્મો બનાવતા રહ્યાં હતાં. લેખ લખતા હતાં, અને સક્રિય હતાં. તેમનું સ્વાસ્થ્ય સારુ ન હોય તો પણ તેમને ‘ટોપે ઔર ઉરોઝાહજ’નું ડિરેક્શન કર્યું. તેમનું જવું અમારા માટે મોટું નુક્સાન છે.
બુદ્ધદેવ દાસ ગુપ્તાનાં પરિવારમાં તેમની પત્ની અને તેમનાં પહેલાં લગ્નથી બે દીકરીઓ છે. પરિવારનાં સભ્યોએ જણાવ્યું કે, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક લાંબા સમયથી કિડનીની બીમારીથી પિડાતા હતાં. તેમને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસની જરૂર પડતી હતી.
