Kheda News/ કપડવંજ-કઠલાલ રોડ પર ST બસ અને CNG રીક્ષા વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત

પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News

Kheda News: કપડવંજ (Kapadvanj)-કઠલાલ રોડ પર આજે એસ ટી બસ (ST Bus) અને CNG રીક્ષા વચ્ચે અકસ્માત (Accident) સર્જાતા 2 લોકોના કરૂણ મોત નિજપ્યા છે. અકસ્માત (Accident) થતાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે.

ખેડાનાં કપડવંજ-કઠલાલ રોડ પર પોરડા ભાટેરા પાસે કપડવંજથી કચ્છ તરફ જતી ST બસ અને CNG રીક્ષાની ટક્કર થતાંં અકસ્માત (Accident) સર્જાયો છે. ઓવરટેક કરવા જતા ઘટના બની હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ઘટનાસ્થળે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાજર રહેલા લોકોના નિવેદનો લેવાઈ રહ્યાં છે.

ગઈકાલે સાબરકાંઠા (Sabarkantha)ના પોશીના પાસે બસ, જીપ અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત (Accident)માં 7 લોકોના મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડાયા હતા. હિંમતનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો સારવાર હેઠળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠાના પોશીના પાસે ત્રિપલ અકસ્માતમાં 7નાં થયા મોત

આ પણ વાંચો:વડોદરામાં મોડી રાત્રે ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 8 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:રોડ અકસ્માતમાં પુત્રીનું મોત, પિતાએ પોતાના વિરુદ્ધ નોંધાવી ફરિયાદ; શું મામલો છે?