Vadodara News/ વડોદરામાં મોડી રાત્રે ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 8 ઈજાગ્રસ્ત

અમદાવાદ (Ahmedabad)નાં રહીશ ચંદુભાઈ અને તેમની પત્ની સાથે સુરતથી પરત ફરી રહ્યાં હતા. ત્યારે અકસ્માત થતાં તેમનું મોત થયું છે. અન્ય એક મૃતકના પરિવારજને

Top Stories Gujarat Vadodara

Vadodara News: વડોદરા (Vadodara)માં મોડી રાત્રે આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત (Accident) થતાં 2 લોકોનાં મોત થયા છે. અકસ્માત (Accident)માં 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અમદાવાદ (Ahmedabad)નાં રહીશ ચંદુભાઈ અને તેમની પત્ની સાથે સુરતથી પરત ફરી રહ્યાં હતા. ત્યારે અકસ્માત થતાં તેમનું મોત થયું છે. અન્ય એક મૃતકના પરિવારજને કહ્યું કે, પવન ટ્રાવેલ્સની બસ સુરતથી અમદાવાદ જઈ રહી હતી, દરમિયાન વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. બસની કેબિનમાં બેઠેલા 2 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.

બે દિવસ અગાઉ ગોધરા વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Tragic Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર જણાના કરૂણ મોત નિપજ્યા હતા. ગોધરા વડોદરા હાઈવે પરની તૃપ્તિ હોટેલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. બાઈક પર સવાર ત્રણ બાળકી અને પિતાનું મોત નીપજ્યુ હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલ પરિવાર ઘોઘંબાના બોર ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા અકસ્માતના પડઘા બોલિવૂડ સુધી પડ્યા,આ અભિનેત્રીએ વ્યક્ત કર્યો ગુસ્સો જાણો શું કહ્યું?

આ પણ વાંચો:ગોધરા વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત

આ પણ વાંચો:વડોદરામાં કારેલીબાગ અકસ્માતમાં રક્ષિત ચૌરસિયાના વધુ 2 દિવસનાં રિમાન્ડ મંજૂર