અમદાવાદ : શહેરની અનેક શાળાઓમાં વેકેશનનો માહોલ પૂર્ણ થયો છે. શાળાઓ શરૂ થતાં જ બાળકોની સુરક્ષાનો સવાલ સામે આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયરસેફ્ટી મુદ્દો વધુ ઉહાપોહ મચ્યો છે. પ્રશાસન દ્વારા વિવિધ એકમો પર ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દરમ્યાન કેટલીક શાળાઓને ફાયરસેફ્ટીના અભાવે સીલ કરવામાં આવી હતી.
અમદાવાદમાં આજથી અનેક શાળાઓની શરૂઆત થઈ છે. માતાપિતાને બાળકોને હાઈફાઈ શાળામાં ભણાવવાનો ક્રેઝ હોય છે. પરંતુ કહેવાતી હાઈફાઈ ખાનગીશાળાઓમાં સુવિધા નામ માત્રની હોય છે. મોંઘીદાટ ફી ઉઘરાવવા છતાં આ શાળાઓ બાળકોના જીવને જોખમમાં મુક્તી હોય છે. શહેરમાં ઉદગમ શાળાનું હાઈફાઈ કલાસમાં આવે છે. જો કે ઉદ્દગમ સ્કૂલમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરાઈ તો તે એકપાયરી ડેટ વાળા હોવાનું સામે આવ્યું. અને શાળામાં જ્યારે આગ જેવી ઘટના ઘટે ત્યારે એક્સપાયરી ડેટવાળા સાધનોને ભરોસે ચાલતી શાળામાં બાળકોની સુરક્ષા સવાલોના ઘેરામાં આવી જાય છે.
શહેરની કહેવાતી હાઈફાઈ શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા નામ માત્રની છે. આવી હાઈફાઈ શાળાઓમાં લાખ્ખોની ફી આપ્યા બાદ બાળકોની સુરક્ષા ખતરામાં છે. બાળકો ભયના ઓથારમાં ભણવા મજબૂર બને છે. અગ્નિકાંડ દુર્ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં સુરક્ષામાં છીંડા હોવાનો ઘટસ્ફોટ થયો છે. શું શહેરની આવી હાઈફાઈ ખાનગી શાળાઓ બાળકોના જીવનના જોખમમાં મૂકે છે, તેમની સામે કોઈ પગલા લેવાશે ખરાં ? આવી જીવન જોખમમાં મુક્તિ શાળાઓ સામે થશે કોઈ નક્કર કાર્યવાહી થશે?
આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા
આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?
આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો
