નાયબ મુખ્યમંત્રી નીતિન પેટલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે 21 મોડ્યુલર ઓપરેશન થિયેટર, કોમ્યુટરાઈઝ રેડીયોગ્રાફી સિસ્ટમ અને સેન્ટ્રલ સ્ટેરોલાઈઝેશન એન્ડ સપ્લાયનું લોકાર્પણ કર્યુ હતુ. આ અદ્યતન સુવિધાઓથી દર્દીઓને ઝડપી સારવાર મળશે. આ પ્રસંગે આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના વેકસીનને લઈને તૈયારીઓ પર ગુજરાતનાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યુ કે, ભારત સરકાર તરફથી 2021 નાં આનંદનાં સમાચાર આવ્યા છે. આજ અથવા કાલમાં ભારત સરકાર દ્વારા પણ વેક્સીનને મંજૂરી આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં જેમને આપવામાં આવશે તેનું લિસ્ટ પણ તૈયાર છે. વળી ટ્રાયલ બેઝ પર મોક ડ્રિલની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. બે કે ત્રણ દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે.
આ સિવાય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેકસીન અંગે નિવેદન આપતા કહ્યુ કે, લોકોને તબક્કાવાર વેક્સિંગ આપવાનું કામ પુર્ણ કર્યું છે. હવે ફક્ત વેકસીનની જ રાહ જોવાઇ રહી છે. ગુજરાતને પણ પ્રથમ તબક્કામાં વેકસીનનો લાભ મળશે. ગુજરાત સરકારે કોરોના દરમિયાન નાગરિકોની વિના મૂલ્યે સેવા કરી છે. હું વિશ્વસ આપવા માગું છું કે, ગુજરાત સરકાર લોકો માટે વિચારી રહી છે. ગુજરાતનાં નાગરિકોને કોઈ ખર્ચ કરવા દીધો નથી. વળી વેકસીન આપવાની વાત છે જે શક્ય હશે એટલો ખર્ચ સરકાર કરશે. જેમ કોરોનામાં દર્દીઓ પાસેથી પૈસા લીધા નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
