Not Set/ કૌભાંડ પર કૌભાંડ/ 1002 ગ્રાહકોનો માલ ચાઉ અને ઓછુ અનાજ આપવા મામલે શું કહ્યું, કલેક્ટરે જાણો….

રાજકોટ:સસ્તા અનાજ ની દુકાનમાં કૌભાંડ આવ્યું સામે આવતા હડપંક મચી જવા પામ્યો હતો. જી હા કોરોનાનાં કપરા કાળમાં ગરીબો માટેનું અનાજ પણ આ લાલચુઓ ઓળવી જતા શરમ અનુભવતા ન હોય તેવું સામે આવતા તંત્ર પણ સફાળું જાગ્યું છે. 1002 રેશનકાર્ડ ધારકોને અનાજ આપ્યા વગર જ બિલ બનાવી અનાજનો જથ્થો સગેવગે કરી દાવામાં આવ્યાનું સામે આવી રહ્યું […]

Gujarat Rajkot

રાજકોટ:સસ્તા અનાજ ની દુકાનમાં કૌભાંડ આવ્યું સામે આવતા હડપંક મચી જવા પામ્યો હતો. જી હા કોરોનાનાં કપરા કાળમાં ગરીબો માટેનું અનાજ પણ આ લાલચુઓ ઓળવી જતા શરમ અનુભવતા ન હોય તેવું સામે આવતા તંત્ર પણ સફાળું જાગ્યું છે. 1002 રેશનકાર્ડ ધારકોને અનાજ આપ્યા વગર જ બિલ બનાવી અનાજનો જથ્થો સગેવગે કરી દાવામાં આવ્યાનું સામે આવી રહ્યું છે.  રાજકોટ તાબેની બી.ડી.જોશીની દુકાનમાં 2 મહિનામાંથી આ કૌભાંડ આકાર લઇ રહ્યું હતું. અનાજ વિતરણ કર્યા વગર કરી ખોટી ઓનલાઈન એન્ટ્રી બતાવી સરકાર અને ગ્રાહકોની આખમાં ધુળ જોકવાના આ કૌભાંડ મામલે દુકાનનું લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયું છે અને આ મામલે ઉડાંણ પૂર્વક તપાસ પણ કરવામાં આવી રહી છે. 

એક ઓછું હોય તેવી રીતે રાજકોટમાં પાંગરેલ રાશન અનાજ કૌભાંડમાં વધુ એક વીડિયો સામે આવતા બળતામાં ઘી જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે. જિલ્લાના માલિયાસણ  ગામનો વીડિયો સામે આવ્યો છે. ગ્રાહકોને ઓછું અનાજ આપતા હોવાનું  પણ સામે આવ્યું  છે. દુકાનદાર સાથે ગ્રાહકનો માથાકૂનો વીડિયો વાયરલ થતા હડકંપ મચ્યો છે. 

રાશન અનાજ કૌભાંડમાં સામે આવતા રાજકોટ જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહન દ્વારા કાર્યવાહીનું કડક શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. કલેક્ટર રાજકોટ દ્વારા આ મામલે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, તપાસ બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી કરીશું. 1002 રાશન કાર્ડ  ધારકનાં નામે બની ગયા બીલ મામલે હાલ સમગ્રતામાં તપાસ ચાલુ છે. પુરવઠા વિભાગે સામેથી તપાસ કરતાં કૌભાંડ ઝડપાયુ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે અનાજ કૌભાંડમાં બાળકોનો ઉપયોગ  કરાતો હતો તેવું પણ સામે આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….