Bharuch news/ ભરૂચ : મનરેગા કૌભાંડમાં ત્રીજા આરોપીની ધરપકડ, હીરા જોટવા અને તેના પરિવારજનોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાયા

આ કૌભાંડમાં પોલીસે ગતરોજ હીરા જોટવા અને ક્લાર્ક રાજેશ ટેલરની ધરપકડ કરી હતી

Gujarat

Bharuch News : ભરૂચમાં મનરેગા કૌભાંડમાં ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી છે.બાદમાં દિગ્વિજયને લઈને પોલીસ ભરૂચ આવવા રવાના થઈ હતી. આ કૌભાંડમાં પોલીસે ગતરોજ હીરા જોટવા અને ક્લાર્ક રાજેશ ટેલરની ધરપકડ કરી હતી. બીજીતરફ હીરા જોટવાએ હું રાજકારણનો ભોગ બન્યો છું, એમ જણાવ્યું હતું. દરમિયાન હિરા જોટવાના 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પોલીસ રિમાન્ડ દરમ્યાન ક્યાં પ્રકારની માહિતી અને પુરાવા એકત્ર કરશે તેના પર સૌની નજર રહશે. રિમાન્ડ દરમ્યાન અન્ય કોઈ નેતા કે અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે.

ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડ મામલે ગઈકાલે(26 જૂન) ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ.પ્રમુખ હીરા જોટવા બાદ આજે(27 જૂન) ભરૂચ એલસીબી તેમના પુત્ર દિગ્વિજયની ધરપકડ કરી છે. આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા હીરા જોટવાના દીકરા દિગ્વિજય જોટવાની ધરપકડ કરાઈ હોવાની માહિતી આપી હતી. મનરેગા કૌભાંડ મામલે ગતરોજ ભરૂચ પોલીસે ગીર સોમનાથથી હીરા હોટવાની ધરપકડ કરી હતી. મોડીરાતે હીરા જોટવાને લઇ પોલીસ ભરૂચ પહોંચી હતી અને પૂછપરછ કરી હતી. ત્યારબાદ હાંસોટ તા.પં.ના ઓપરેટર હિરેન ટેલરની પણ ધરપકડ હતી. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં આ ત્રીજી ધરપકડ છે.

હીરા જોટવા અને તેના પરિવારજનોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાયા: ભરૂચ જિલ્લા પોલીસ વડા

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કૌભાંડમાં સંડોવાયેલા કોંગ્રેસ નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરાઈ છે. મનરેગાનું કામ કરનાર બન્ને એજન્સીઓ જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઈઝ હીરા જોટવાની હોવાનો ઘટસ્ફોટ થયો છે. મટીરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબકાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે.

[/video]

બે દિવસ પહેલા જ સરપંચની ચૂંટણીમાં થયો હતો વિજય

દિગ્વિજય જોટવા તાજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતથી ચૂંટણી લડીને સરપંચ બન્યા હતા. બે દિવસ પહેલા જ તેમના સરપંચ બનવાની ઉજવણીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ હવે તેમની ધરપકડ થતાં રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે.ઉલ્લેખનીય છે કે આ કેસમાં ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પિયુષભાઇ નુકાણી) , મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસનાં નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી ‘મનરેગા કૌભાંડ’ હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

હીરા જોટવા કોણ છે?

હીરા જોટવા વર્ષ 2022માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જૂનાગઢથી મેદાન ઉતર્યા હતા. તેમણે બીએ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ 1991થી 2004 સુધી સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા. આ દરમિયાન તેમણે 1995થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકેની પણ કામગીરી સંભાળી હતી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ 2000થી 2005 સુધી રહ્યા અને વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006થી વર્ષ 2013 સુધી રહ્યા હતા.

આ સિવાય તેમણે 2019થી 2023 સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની જવાબદારી સંભાળી હતી. 2022મા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. હીરા જોટવા ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જગન્નાથ રથયાત્રામાં ગુજરાત સરકાર આ રીતે કરશે સુરક્ષાનું આયોજન

આ પણ વાંચો: