ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે કોરોના હોટ સ્પોટ એવા અમદાવાદમાં પણ કોરોના પોઝીતીવની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાનો કહેર સતત વધતો જાય છે ત્યારે હવે નેતાઓ પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. અમદાવાદ AMCના ઘણા કોર્પોરેટરો કોરોના સંક્રમિત બન્યા છે.
ત્યારે આજે વધુ એક કોંગ્રેસી નેતા કોરોનાનો શિકાર બન્યા છે. વિપક્ષ નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. વિપક્ષ નેતા દિનેશ શર્માને કોરોના પોઝીટીવ આવતા કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર આવ્યા છે. AMC ના નેતા વિપક્ષ દિનેશ શર્માની સાથે તેમના પુત્ર પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા સમયે કોરોના સંક્રમિત હોવાનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, દિનેશ શર્માને ન્યુમોનિયાની પણ અસર છે. વિપક્ષ નેતા અને તેમના પુત્રની SVP હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, AMC ના પૂર્વ નેતા વિપક્ષ બદરૂદીન શેખને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ તેનું મૃત્યુ થયું હતું ત્યારે અમદાવાદ કોંગ્રેસના વધુ એક નેતાને કોરોના પોઝિટિવ આવતા કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
