Junagadh News/ જૂનાગઢ મનપાની વેબસાઈટમાં મોટી ભૂલ? નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટની 2015ની માહિતી અપલોડ, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

જૂનાગઢ મહાનગરપાલિકા (Junagadh Municipal Corporation)ની વેબસાઈટ પર નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટની વર્ષ 2015ની જૂની માહિતી દર્શાવાતા વિપક્ષે વાસ્તવિકતા છુપાવવાનો આક્ષેપ કર્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Junagadh Municipal Corporation: 67 કરોડના પ્રોજેક્ટની માહિતીમાં છબરડો, વિપક્ષે મનપાને ઘેરી

Junagadh News: જૂનાગઢ મહાનગરપાલિકા (Junagadh Municipal Corporation)ની સત્તાવાર વેબસાઈટ પર નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટ સંબંધિત જૂની માહિતી દર્શાવવામાં આવતાં નવો વિવાદ ઊભો થયો છે. વિપક્ષે આ મામલે ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે કરોડો રૂપિયાના પ્રોજેક્ટની વાસ્તવિક સ્થિતિ અને ખર્ચની વિગતો છુપાવવા માટે વેબસાઈટ પર વર્ષ 2015નો જૂનો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે.

વિપક્ષના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં અંદાજે 48 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલો નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટ બાદમાં વધીને લગભગ 67 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. છતાં મહાનગરપાલિકા (Junagadh Municipal Corporation)ની વેબસાઈટ પર આજે પણ વર્ષ 2015ના નકશા અને જૂની વિગતો દર્શાવવામાં આવી રહી છે, જ્યારે પ્રોજેક્ટની હાલની સ્થિતિ અને નવી ડિઝાઇન સંપૂર્ણપણે અલગ છે.

Junagadh Municipal Corporationની વેબસાઈટ પર નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટ સંબંધિત જૂની માહિતી

Junagadh Municipal Corporation
Junagadh Municipal Corporation

વિપક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે જૂનાગઢ એક ઐતિહાસિક અને વૈશ્વિક સ્તરે જાણીતું શહેર છે. આવી સ્થિતિમાં મહાનગરપાલિકાની વેબસાઈટ પર શહેરના વિકાસ કાર્યો અને પ્રોજેક્ટ્સ અંગેની ચોક્કસ અને અપડેટ માહિતી ઉપલબ્ધ હોવી જરૂરી છે. તેમ છતાં વેબસાઈટ પર જૂના નકશા, જૂના ખર્ચના આંકડા અને નિવૃત્ત અધિકારીઓના નામ દર્શાવવામાં આવી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે હાલના પ્રોજેક્ટનું ડિઝાઇનિંગ અને અમલીકરણ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું છે, છતાં વેબસાઈટ પર વર્ષો જૂની માહિતી યથાવત રાખવામાં આવી છે. આ કારણે સામાન્ય નાગરિકો અને દેશ-વિદેશના મુલાકાતીઓને ખોટી માહિતી મળી રહી હોવાનું તેમણે જણાવ્યું.

Junagadh Municipal Corporation
Junagadh Municipal Corporation

વિપક્ષે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે જો મહાનગરપાલિકા (Junagadh Municipal Corporation)ની નવી વેબસાઈટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હોય તો તેમાં આટલી મોટી ક્ષતિઓ કેવી રીતે રહી શકે? ખોટી માહિતી ટેક્નિકલ ભૂલના કારણે અપલોડ થઈ છે કે પછી જાણતા-જાણતા વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ થયો છે તે અંગે પણ તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

બીજી તરફ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકરે જણાવ્યું છે કે વેબસાઈટ પરની માહિતી સામાન્ય રીતે નિયમિત રીતે અપડેટ કરવામાં આવતી હોય છે. તેમ છતાં વિપક્ષે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે તેને ગંભીરતાથી લેવામાં આવશે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. જો કોઈ માહિતી અપડેટ થવાની બાકી હશે તો સંબંધિત વિભાગને તાત્કાલિક સુધારા માટે સૂચના આપવામાં આવશે.

હાલ આ સમગ્ર મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે તપાસ બાદ વેબસાઈટ પર ખરેખર જૂનો ડેટા છે કે નહીં અને જો છે તો તે કેવી રીતે અપડેટ થયો નથી તે અંગે સ્પષ્ટતા થવાની રાહ જોવામાં આવી રહી છે.


આ પણ વાંચો:જૂનાગઢ મહાનગરપાલિકાના મેલેરિયા અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

આ પણ વાંચો:અમદાવાદ બાદ આજે જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલીશન

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ફાયર વિભાગ ભરતીમાં ગોટાળાના આક્ષેપ, હેવી વાહનની જગ્યાએ સ્વિફ્ટ કારથી લેવાયો ટેસ્ટ