Not Set/ હેવાનિયતની ચરમસીમા : હરિયાણાના સરકારી ગેસ્ટહાઉસમાં એક પરિણીતા પર 40 લોકોએ કર્યો ગેંગરેપ

માણસાઈના ચીથરા ઉડાડી દે એવી ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે પણ આ ઘટનાએ દરેક સીમાઓ વટાવી દીધી છે. હરિયાણાના પંચકુલા શહેરમાં આ ગેંગરેપની ઘટના સામે આવી છે. 22 વર્ષની પરિણીત મહિલા પર 40 લોકોએ સતત ચાર દિવસ સુધી રેપ કર્યો. પીડિતા કોઈ પણ રીતે ત્યાંથી ભાગીને બહાર નીકળી અને પોલીસ સ્ટેશન જઈ એણે ફરિયાદ કરી. […]

Top Stories India

માણસાઈના ચીથરા ઉડાડી દે એવી ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે પણ આ ઘટનાએ દરેક સીમાઓ વટાવી દીધી છે. હરિયાણાના પંચકુલા શહેરમાં આ ગેંગરેપની ઘટના સામે આવી છે. 22 વર્ષની પરિણીત મહિલા પર 40 લોકોએ સતત ચાર દિવસ સુધી રેપ કર્યો.

પીડિતા કોઈ પણ રીતે ત્યાંથી ભાગીને બહાર નીકળી અને પોલીસ સ્ટેશન જઈ એણે ફરિયાદ કરી. ચોકાવનારી વાત એ છે કે આ આખી ઘટના એક સરકારી ગેસ્ટહાઉસમાં થઇ છે.જે પંચકુલાના મોરની વિસ્તારમાં છે. જ્યાં પીડિતાને બંધક બનાવીને રાખવામાં આવી હતી.

પોલીસે પીડિતા ના નિવેદનને નોંધી લીધું છે. રેપ પીડિતા ના કરવામાં આવેલા મેડીકલ પરીક્ષણમાં પણ રેપની પુષ્ટિ થઇ ગઈ છે. પોલીસ આખી ઘટનાની તપાસ કરી રહી છે અને આરોપીઓની તલાશ કરી રહી છે. ગેંગરેપમાં શામિલ 2 આરોપીઓની ધરપકડ થઇ ગઈ છે.

ભારત દેશમાં આવી શરમજનક ઘટનાઓ ક્યારે બંધ થશે એ એક ચિંતાનો વિષય છે.