@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદમાં પૂર્વ વિસ્તારમા ફરી એકવાર અસામાજીક તત્વો બેફામ બન્યા હોય તેવી ધટના બની છે.નશામાં ધૂત 4 શખ્સોએ અસારવા સિવિલ હોસ્પિટલ પાસે કારમાં પસાર થતા દંપતીને રોકી મહિલાની છેડતીનો પ્રયાસ કર્યો અને એટલુ જ નહી એક આરોપીને પોલીસે પકડતા પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી હતી.
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પાસે આવેલા બળીયા લીમડી ચાર રસ્તા પાસેથી રાતનાં 8 વાગ્યાનાં સમયે કારમાં બે બાળકો સાથે પસાર થતા દંપતીને ચાર રસ્તો ક્રોસ કરતા ગાડી અડી જવા બાબતે માથાકૂટ કરી નશામાં ધૂત 4 ઇસમોએ ગાડી રોકીને મહિલાની છેડતી કરી ગાડીમાં લાતો મારી હતી.એટલુ જ નહી કાયદાનો કે પોલીસનો ડર ન હોય તેમ અપશબ્દો બોલીને ચપ્પુ બતાવી ધમકીઓ આપી હતી.જોકે દંપતીએ બુમાબુમ કરતા સ્થાનિકો આવી જતા ત્રણ યુવકો ફરાર થઇ ગયા હતા અને આકાશ પટણી નામનો શખ્સ સ્થાનિકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.
20 વર્ષીય આકાશ પટણી નામનાં શખ્સને શાહિબાગ પોલીસે પકડી ફરિયાદ લખતા યુવકે મારી સામે ફરિયાદ કેમ કરો છો તેમ કહીને બાકડો ઉંચો કરી માથુ પછાડી પ્રિન્ટર અને કોમ્પ્યુટરનુ સીપીયુ તોડીને સરકારી માલમિલ્કતને નુકસાન કર્યુ હતુ.પોલીસે આરોપીનાં સગાને બોલાવી તેને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યો હતો તેમજ અન્ય ફરાર ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
કાયદાનો ડર જ ન હોય તેમ શહેરમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે, ત્યારે ફરાર અન્ય ત્રણ આરોપીઓ કોણ છે અને પકડાયેલા આરોપીએ અગાઉ કોઇ પણ પ્રકારનાં ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
