Banaskantha News : બનાસકાંઠાના પાલનપુરમાંલવ જેહાદની ઘટનાને પગલે ચકચાર મચી છે. આ કેસમાં પોલીસે જાવેદ ઉસ્માન મરેડિયા નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસમાં ભાગળ ગામના વિધર્મીએ પાલનપુરની મહિલાને ફસાવી હોવાનું બહાર આવ્યું હતું.આરોપીએ હિન્દુ મહિલાને ફસાવી ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતું.

તેણે બુરખો અને માળા પહેરાવી ધર્મ પરિવર્તન માટે યુવતીને દબાણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ અંગે પરિવારને જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં પોલીસે કાર્યવાહી કરી મહિલાને છોડાવી હતી.વિધર્મી મહિલાને ઉનાવા ખાતેની દરગાહ પર લઈ ગયો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું. આ દરગાહ પર મહિલાને ધર્મ પરિવર્તન કરવા માટે રાખવામાં આવી હતી.
કપડા વેચવાનો વ્યવસાય કરતી મહિલા લાલચમાં ફસાઈ ગઈ હતી. બીજીતરફ પોલીસે મહિલાને પહેરાવેલ બુરખો અને માળા કબજે કરી હતી.દરમિયાન હિન્દુ સંગઠનોએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ ફેમિલી કોર્ટ કેસ: ભરણપોષણની અરજી પર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
આ પણ વાંચોઃ જૂનાગઢનાં ઉનામાં દીપડાંએ ખેડૂત પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, લોકોમાં ભયનો માહોલ
આ પણ વાંચોઃ જૂનાગઢનાં ગુજસીટોકનાં ‘કુખ્યાત’ આરોપી કાળા દેવરાજનાં બંગલા પર બુલડોઝર ફેરવાયું

