Ahmedabad News/ રેડઃ અમદાવાદમાં ગેરકાયદે ધમધમતા 35 કોલ સેન્ટરો પર દિલ્હીથી સીબીઆઈ ત્રાટકી, એફબીઆઇએ આપ્યા મહત્ત્વના ઇનપુટ

અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ધમધમતા 35 કોલ સેન્ટરો પર સીબીઆઈએ એક સાથે રેડ પાડીને સનસનાટી મચાવી દીધી છે. ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરો પોલીસ માટે માથાનો દુઃખાવો બન્યા છે અને સીબીઆઈના દરોડાથી તેમા મોટો પર્દાફાશ થાય તેવી સંભાવના છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News:  અજય દેવગણની ફિલ્મ રેડમાં જે રીતે દરોડો પાડવામાં આવે છે બિલકુલ તે જ રીતે દિલ્હીથી સીબીઆઇએ અમદાવાદમાં એકસાથે 35 કોલ સેન્ટરો દરોડો પાડ્યો હતો. અમેરિકન નાગરિકોને ગેરકાયદેસર રીતે ધમકાવવાના પગલે એફબીઆઇએ આપેલા ઇનપુટના પગલે સીબીઆઈ અમદાવાદની સાથે-સાથે  ગેરકાયદેસર રીતે ધમધમતા 35 કોલ સેન્ટરો પર સીબીઆઈએ એક સાથે રેડ પાડીને સનસનાટી મચાવી દીધી છે. ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરો પોલીસ માટે માથાનો દુઃખાવો બન્યા છે અને સીબીઆઈના દરોડાથી તેમા મોટો પર્દાફાશ થાય તેવી સંભાવના છે.

અમેરિકાની ફેડેરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)એ ઇનપુટ આપ્યા હતા કે, ગોવા, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને કોલકત્તામાં કેટલાક એવા કોલસેન્ટર ચાલી રહ્યા છે, જેની અંદર વિદેશી નાગરિકોને લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઇનપુટના આધારે તપાસ શરૂ થઈ અને તેનું પગેરું અમદાવાદમાં નીકળ્યુ છે. કોલ સેન્ટરના નામે વિદેશી નાગરિકોને છેતરીને તેમની પાસેથી પૈસા પડાવવાની આખી સિસ્ટમ છે અને ઘણા લોકો પાસેથી પૈસા પડાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. અગાઉ સીબીઆઈએ આ મામલે દરોડા પાડ્યા હતા.

ફરી એકવાર એ વાત સામે આવી રહી છે કે 350 લોકોની સીબીઆઈની ટીમે ગુજરાતમાં 35 જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે કોલ સેન્ટરો ચાલતા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ કચેરીને પણ જાણ થઈ છે અને જરૂર પડ્યે તેમની મદદ લેવા જણાવ્યું છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.

અમેરિકન નાગરિકો પાસેથી લોન કે ક્રેડિટ કાર્ડના નામે ધાકધમકી આપીને ડોલર પડાવવાનું રેકેટ અગાઉ પણ અનેક વખત પકડાઈ ચૂક્યું છે. જેમાં કોલ સેન્ટરના મોટા અધિકારીઓએ અબજો રૂપિયાની ઉચાપત કરી છે. જીવનશૈલી માટે પ્રખ્યાત આ કોલ સેન્ટર માફિયા નવા જરૂરિયાતમંદ યુવાનોને મોટી રકમની લાલચ આપીને કોલ સેન્ટર ચલાવે છે અને લોકોને પોતાની જાળમાં ફસાવીને સમગ્ર સિસ્ટમમાંથી ડોલર પડાવી લે છે. આખી રાત દરોડા ચાલુ રહ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હી સીબીઆઈની ટીમે અમદાવાદ શહેર અને આસપાસના 35 જેટલા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે. મોડી રાતથી આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાક કોલ સેન્ટર છે.

આટલું જ નહીં આ કોલ સેન્ટર પર દરોડો પાડવા માટે સીબીઆઈના 350 થી વધુ લોકો ગઈકાલે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના અમદાવાદ પહોંચી ગયા હતા અને આખી રાત દરોડા ચાલુ રાખ્યા હતા. દરોડામાં શું બહાર આવ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી, તેમ છતાં આ સિલસિલો ચાલુ છે. ગાંધીનગરના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની આ માહિતી સીબીઆઈને મળી હતી. જેના આધારે દરોડો પાડ્યો છે. દરોડામાં શું બહાર આવ્યું છે તે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ આ શંકાના આધારે અમદાવાદમાં મોટાપાયે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ અંગે ગાંધીનગર પોલીસ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે અને તેઓ જરૂર પડ્યે સીબીઆઈની ટીમની મદદ લેશે તેમ કહી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોલ સેન્ટર કાંડઃ સીનિયર આઇપીએસે 300 કરોડ રૂપિયા ઘરભેગા કર્યાની ચર્ચા

આ પણ વાંચો: યુએસમાં કરોડો ડોલરના કોલ સેન્ટર સ્કેમ માટે ભારતીય મૂળના 20 લોકોને 20 વર્ષ સુધીની સજા

આ પણ વાંચો: પેપર લીક મુદ્દે તપાસનો ધમધમાટ, પોલીસે અત્યાર સુધીમાં 16ની કરી અટકાયત