અંબાજી,
જમ્મુ-કાશ્મીરના પુલવામાંમાં આતંકી હુમલા બાદ ગુજરાતના યાત્રાધામોની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને યાત્રાધામ અંબાજીનું મંદિર પણ ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતો હોવાથી અંબાજીની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે
આપને જણાવી દઈએ કે સવારથી જ અંબાજી મંદિરમાં બોમ્બ ડિટેકટીવ ડિસ્પોઝલ ટીમ દ્વારા મંદિરના ખુણે ખુણામાં સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે ઉપરાંત ચાલી રહેલી આ તપાસમાં કોઈ જાતની કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ ન હતી .
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સુરક્ષાકર્મીઓની સંખ્યામાં પણ વધારો કરાયો છે અને ટીમ દ્વારા પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે ક્યુ.આર.ટી.ની ટીમ પોલીસ જવાનો. બોર્ડરવીંગ, હોમગાર્ડ દ્વારા મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
