ઈમારત ધરાશાયી/ અમદાવાદના વેજલપુરમાં 3 માળની ઇમારત ધરાશાયી,ફાયર ટીમ ઘટના સ્થળે

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં 3 માળની ઇમારત ધરાશાયી  થયાની ઘટના સામે આવી છે. વેજલપુરમાં સોનલ રોડ પર આવેલો ગોલ્ડ ફ્લેટ ધરાશાયી થયો છે.

Top Stories Gujarat

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં 3 માળની ઇમારત ધરાશાયી  થયાની ઘટના સામે આવી છે. વેજલપુરમાં સોનલ રોડ પર આવેલો ગોલ્ડ ફ્લેટ ધરાશાયી થયો છે. ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને 4 લોકોનું રેસ્કયુ કર્યું છે. કાટમાળમાં દટાયેલા ચારેય લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં ફ્લેટ ધરાશાયી થવાની ઘટના થઈ છે. સોનલ સિનેમા પાસે યાશમીન ફ્લેટમાં આવેલા ગોલ્ડ ફ્લેટ ધરાશાયી થયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ગોલ્ડ ફ્લેટને જર્જરિત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.ફ્લેટ જર્જરિત હોવાની જાહેરાત થતા જ મોટાભાગના લોકો ફ્લેટ ખાલી કરીને જતા રહ્યા હતા. ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે, માત્ર એક કે બે પરિવાર જ ફ્લેટમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે, અંદાજે સાતથી દસ લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ફાયરવિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

નોંધનીય છે કે ફ્લેટ ધરાશાયી થયો હતો તે સમયે 23 લોકો હાજર હતા. તેમાંથી 20 લોકો દુર્ઘટના બાદ સુરક્ષિત બચી ગયા હતા. જ્યારે 3 જેટલા લોકો કાટમાળમાં ફસાયા હતા. ત્યારે ફાયરવિભાગના જવાનોએ ત્રણેય લોકોને રેસ્ક્યૂ કરી સુરક્ષિત કાઢ્યા હતા.