Not Set/ પેપર લીક મુદ્દે તપાસનો ધમધમાટ, પોલીસે અત્યાર સુધીમાં 16ની કરી અટકાયત

આચાર્યએ રૂ. 4 લાખ માં પેપર ખરીદ્યું હતું. અને આચાર્યએ 10 લાખમાં પેપર વેચ્યું હોવાની ચર્ચાઑ ચાલી રહી છે. આચાર્યએ કુલ 10 જેટલા ઉમેદવારને પેપર વેચ્યું હોવાની પણ ચર્ચા છે.

Top Stories Gujarat Others
પરીક્ષાના પેપર પેપર લીક મુદ્દે તપાસનો ધમધમાટ, પોલીસે અત્યાર સુધીમાં 16ની
  • હેડક્લાર્કના પેપર લીક મુદ્દે તપાસનો ધમધમાટ
  • સાબરકાંઠા જિલ્લા પોલીસની 16 ટીમ કામે લાગી
  • હિંમતનગરના પ્રાંતિજ, હડિયલ, ઉંછામાં તપાસ
  • 2 વિદ્યાર્થીઓને પેપર મળવાના આક્ષેપને લઈ તપાસ
  • કેટલાક સરકારી કર્મચારીઓની પણ સંડોવણી
  • 1 આચાર્ય સહિત 4 શિક્ષકોની સંડોવણી: સૂત્ર
  • આચાર્યએ 4 લાખ માં પેપર ખરીદ્યું હોવાની ચર્ચા: સૂત્ર
  • આચાર્યએ 10 લાખમાં પેપર વેચ્યું હોવાની ચર્ચા: સૂત્ર
  • કુલ 10 જેટલા ઉમેદવારને પેપર વેચ્યું હોવાની ચર્ચા: સૂત્ર
  • આચાર્ય રાજકીય પીઠબળ ધરાવતો હોવાની માહિતી
  • પોલીસે અત્યાર સુધીમાં 16ની કરી અટકાયત

ગતરોજ રવિવારે 11 ડિસેમ્બરના રોજ રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે આપ એટલે કે આમ આદમી પાર્ટીના વિધાર્થી પાંખના નેતા યુવરાજ સિંહ દ્વારા પ્રેસ કૉંફરન્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ પરીક્ષાના પેપર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લીક થાય છે. અને પરીક્ષા પહેલા જ કેટલીક જગ્યાએ તેનું લાખો રૂપિયામાં વેચાણ પણ થયું હતું. આ કેસમાં નિત નવા ખુલાસા સામે આવી રહ્યા છે.

આ કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  આ કેસમાં 1 આચાર્ય સહિત 4 શિક્ષકોની પેપરલીકમાં સંડોવણી  સામે આવી છે. તેમ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠાની 1 શાળાના આચાર્યની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ આચાર્યએ રૂ.4 લાખમાં ખરીદેલું પેપર રૂ.10 લાખમાં વેચ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.  તેમણે વધુમાં આક્ષેપો કર્યાં છે કે, સાબરકાંઠામા પ્રશ્નો સોલ્વ થયા બાદ તેના જવાબો સોશિયલ મીડિયા મારફતે અન્ય શહેરોમાં પણ મોકલાયા હતા. પરીક્ષાના બે કલાક પહેલાં વડોદરાના 3 તથા ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છના 1-1 પરીક્ષાર્થીને આ જવાબો મળ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એક આચાર્યએ રૂ. 4 લાખ માં પેપર ખરીદ્યું હતું. અને આચાર્યએ 10 લાખમાં પેપર વેચ્યું હોવાની ચર્ચાઑ ચાલી રહી છે. આચાર્યએ કુલ 10 જેટલા ઉમેદવારને પેપર વેચ્યું હોવાની પણ ચર્ચાએ જોર પકડયું છે. તો આ આચાર્ય રાજકીય પીઠબળ ધરાવતો હોવાની પણ માહિતી સામે આવી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 16ની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે, 186 જગ્યા માટે ની પરીક્ષા યોજાઇ હતી.  જેમાં 2 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને આશરે દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.  યુવરાજ સિંહે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, પેપર લીક થઈ ગયું હતું

યુવરાજ સિંહ ના જણાવ્યા અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એક ખાનગી ફાર્મ હાઉસમાંથી આ પેપર લીક થયું હતું.  જેમાં 16 વિધાર્થીઓ અને 1 નિરીક્ષક હિંમતનગરના ફાર્મ હાઉસમાં હાજર હતા. ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પરીક્ષા પહેલા પેપર પોહોંચ્યું હતું.  10 ને 36 મિનિટ પરીક્ષા પહેલા પેપર પોહોંચ્યું હતું.

એક ઉમેદવારને કોબાની એક સંસ્થામાંથી ચબરખી મળી હતી. હિંમતનગરમાં પેપર 10 અને 12 લાખમાં આ પેપર વેચાયા હોવાનો દાવો એમણે  કર્યો હતો. જ્યારે અન્ય સ્થળો પર 7 થી 8 લાખ માં વેચાયું હતું.

અમને જાણ થઈ ત્યારે ગૌણ સેવાના સચિવને ટેલિફોનિક જાણ થઈ હતી.  અને ત્યારબાદ રજુઆત કરવામાં આવી પણ કોઈ પગલાં ન ભરતા મીડિયા સમક્ષ રજૂઆત કરી રહ્યા છીએ. તેમને આ મામલે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગણી પણ કરી હતી.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત રવિવારે લેવાયેલી પરીક્ષાના પેપર લીકનો વિવાદ વકરી રહ્યો છે. ત્યારે રાજ્યમાં  ભરતી સમિતિ સામે અવિશ્વાસ પેદા થઈ રહ્યો છે. એક બાજુ ભરતી સમિતિના અધ્યક્ષ એવુ કહી રહ્યાં છે કે, પેપર લીક કાંડની અમને કોઈ ફરિયાદ મળી નથી અને બીજી તરફ આક્ષેપ કરનારાએ રવિવારે બપોરે જ ફરિયાદ કરી હોવાના પુરાવા વિવિધ માધ્યમોમાં રજૂ કર્યાં છે. આ મુદ્દે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાને પુછતા મીડિયા સમક્ષ મારે જે કહેવુ હતુ તે કહી દીધુ છે તેમ કહી જવાબ આપવાની પણ તસ્દી લીધી નહોતી.

મીડિયા સમક્ષ રજૂ કરેલા પુરાવા મુજબ, હિંમતનગરના ઉંછા ફાર્મમાં કુલ 16 ઉમેદવારોને પ્રશ્નપત્રની હાર્ડકોપી આપવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ રવિવારે 6:30 વાગે આ ફોર્મ ફરથી પોત પોતાના સેન્ટરો પર નિકળ્યાં હતા અને સવારે 10:12 વાગે જ પ્રશ્નપત્રના જવાબો સોશિયલ મીડિયામા વાયરલ થયાં હતા. જોકે પરીક્ષા 12 વાગે શરૂ થઈ હતી. વધુમા તેમણે જણાવ્યુ હતુ કે, માણસાની એપ.એફ.ચૌધરી હાઈસ્કૂલમાં હમીરગઢના વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે આવ્યાં હતા. આ વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ સ્કૂલમાં જ રહેવાની સૂચના હતી. બાદમાં વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલમાં ચેક દ્વારા પેમેન્ટ આપ્યું હતુ એ પછી જ વિદ્યાર્થીઓને સ્કૂલમાથી જવાની રજા આપવામાં આવી હતી. જેથી આ સ્કૂલના સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરવામાં આવે.

પેપર છપાવાની જાણ માત્ર બોર્ડના ચેરમેન-સચિવને જ હોય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા ઉપરાંત અન્ય જે કઈપણ પરીક્ષાઓ લેવામાં આવે છે તેના પ્રશ્નપત્રો ક્યાં પ્રિન્ટ થાય છે તેની જાણ એક કરતા વધુ વ્યક્તિઓને હોતી નથી. મોટાભાગે માત્ર પરીક્ષાના ચેરમેન અને તેમના સચિવને જ જાણ હોય છે. એટલુ જ નહી ગોપનિયાતા જળવાય તેના માટે પ્રિન્ટિંગ પ્રેસમાંજ પેપરના સીલ કવર લાગી જતાં હોય છે. જેથી નિષ્ણાંતો એવુ માને છે કે, પેપર લીકકાંડમાં સૌથી પહેલી તપાસ તો પરીક્ષા લેનાર વિભાગના ચેરમેનની જ થવી જોઈએ.

દુ:ખદ / ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો પાર્થિવ દેહ આજે બપોરે ભોપાલ આવશે, આવતી કાલે થશે અંતિમ સંસ્કાર

હવામાન વિભાગ / રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો, કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી