Not Set/ માથાભારે શખ્સોએ મહિલાઓને ઢોર માર માર્યો,BJP નેતાના માણસો હોવાથી કાર્યવાહીમાં વિલંબ!

વાપી, વાપીના ચાણોદમાં એક મહિલાને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઢોર માર માથાભારે શખ્સોએ માર્યો હોવાનું સામે આવ્યું છે. વાપીના ડુંગરા પોલીસ હદ વિસ્તારની આ  ઘટના છે કે જ્યાં એક મહિલાને માર મારવામાં આવ્યો  હતો. માથાભારે શખ્સો સાથે મહિલાને નજીવી બાબતમાં માર માર્યો હતો. માથાભારે શખ્સો આ મહિલાઓનો છેડખાની કરી રહ્યા […]

Gujarat Others Trending
mantavya 3 માથાભારે શખ્સોએ મહિલાઓને ઢોર માર માર્યો,BJP નેતાના માણસો હોવાથી કાર્યવાહીમાં વિલંબ!

વાપી,

વાપીના ચાણોદમાં એક મહિલાને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઢોર માર માથાભારે શખ્સોએ માર્યો હોવાનું સામે આવ્યું છે.

વાપીના ડુંગરા પોલીસ હદ વિસ્તારની આ  ઘટના છે કે જ્યાં એક મહિલાને માર મારવામાં આવ્યો  હતો. માથાભારે શખ્સો સાથે મહિલાને નજીવી બાબતમાં માર માર્યો હતો.

માથાભારે શખ્સો આ મહિલાઓનો છેડખાની કરી રહ્યા હતા જેથી આ માથાભારે શખ્સો અને મહિલા વચ્ચે રકઝક થઇ હતી. જેથી નશાની હાલતમાં આ માથાભારે શખ્સોએ મહિલા પર હુમલો કરી નાંખ્યો.

હુમલો કરનાર માથાભારે શખ્સો ભાજપના નેતાના માણસો હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. ઘટના અંગે પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ફક્ત અરજી લઇને જ સંતોષ માન્યો હતો.