Not Set/ અરવલ્લીમાં પંચાયતની ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા શિક્ષકનું મોત

શામળાજી પાસેના નવા વેણપુરમાં મતદાન મથકમાં તેઓ ફરજ બજાવતા હતા ત્યારે હાર્ટ અટેક આવતાં  તેમનું નિધન થયું છે.

Gujarat Others
પંચાયતની

ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. દરમિયાન અરવલ્લીમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષક દિનેશભાઇ પરમારનું નિધન થયું છે. શામળાજી પાસેના નવા વેણપુરમાં મતદાન મથકમાં તેઓ ફરજ બજાવતા હતા ત્યારે હાર્ટ અટેક આવતાં  તેમનું નિધન થયું છે.તેઓ મલેકપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા. શિક્ષકને રાત્રી દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેમાં તેમને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી પરતું તેમનું પાણ પંખેરું ઉડી ગયું હતું, સમગ્ર મામલે પોલીસને જાણ થતા શામળાજી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : વીરપુરમાં પોલીસ અને મતદાર વચ્ચે ઘર્ષણ, જાણો શું છે કારણ

દિનેશભાઇ પરમારને ફરજ દરમિયાન મતદાન મથક પર હાર્ટઅટેક આવતા તેમની તબિયત લથડી હતી જેથી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. પરંતુ તેમને બચાવી શક્યા ન હતા. તેમનું મોત થઇ જતાં મતદાન કેન્દ્ર અને સાથી કર્મીઓમાં તથા તેમના પરિવારમાં શોક છવાઈ ગયો છે.

છોટાઉદેપુરના કવાંટ તાલુકાના જાંબલીમાં મતદાન કર્યાં બાદ નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ કહ્યું કે જ્યાં ચૂંટણી છે ત્યાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતીને આવનારા ઉમેદવારો ગામડાનો, તાલુકાનો વિકાસ કરે તેવી આશા રાખું છું. ઉપરાંત ગ્રામ પંચાયતની જેમ જ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી બેલેટ પેપરથી કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો :રાજ્યમાં 8,648 ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ, કેબિનેટ મંત્રી અર્જુન સિંહ સહિતના મંત્રીઓએ

ગુજરાતમાં આજે 8690 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મંગળવાર 21 ડિસેમ્બરે મત ગણતરી થશે.

આ પણ વાંચો :રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી, સુરત અને આણંદમાં પણ નોંધાયા કેસ

આ પણ વાંચો : રાજ્યમાં ગ્રા.પં.ચૂંટણી મતદાનમાં આ બે વિસ્તારમાં થયો આચારસંહિતાનો ભંગ

આ પણ વાંચો : ગ્રા.પં.ની ચૂંટણીનાં મતદાનને બે કલાક પૂર્ણ, સરેરાશ 10.5 ટકા મતદાન