સુરત મોબાઇલ ચોરી/ મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોતાના મોજશોખ પુરા કરવા માટે સુરતના અલગ અલગ વિસ્તારમાં રાહદારીઓને ટાર્ગેટ કરી મોબાઈલ સ્નેચિંગ કરતી ટોળકીને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવી છે.

Gujarat Surat

સુરતઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. Mobile Snatcher arrested ત્યારે પોતાના મોજશોખ પુરા કરવા માટે સુરતના અલગ અલગ વિસ્તારમાં રાહદારીઓને ટાર્ગેટ કરી મોબાઈલ સ્નેચિંગ કરતી ટોળકીને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવી છે. આ ટોળકી પાસેથી 12 મોબાઇલ અને ચાર વાહન જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીની પૂછપરછ દરમિયાન છ ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં બનતા મોબાઈલ સ્નેચિંગ અને Mobile Snatcher arrested વાહન ચોરીના ગુના અટકાવવા માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી ત્યારે મોબાઈલ સ્નેચિંગ સ્કવોડના માણસોને મળેલી બાતમીના આધારે પુણા આઈમાતા રોડ પાસે આવેલ સુરભી સોસાયટી નજીકની ચોપાટી નાકા પાસેથી પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચ ઈસમોમાં દિવ્યેશ હડિયા, પ્રદીપ ઉર્ફે પદો, ભદ્રેશ ઉર્ફે ભદો કલસરિયા, રાજદીપ ડોડીયા અને સંતોષ કલસરિયાનો સમાવેશ થાય છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ પાંચ ઈસમોની ધરપકડ કરી તેમની પાસે થી Mobile Snatcher arrested અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલા તેમજ સ્નેચિંગ કરેલા 12 મોબાઇલ આ ઉપરાંત બુલેટ સહિત ચાર મોટરસાયકલ કબજે કરવામાં આવી છે. 12 મોબાઇલ અને 4 મોટરસાયકલ સહિત કુલ 2,20,000નો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવતા આરોપીએ Mobile Snatcher arrested કબૂલાત કરી હતી કે, તેઓ મોજ શોખ પૂરા કરવા માટે સુરતમાં અલગ અલગ જગ્યા પરથી મોબાઇલ પર વાત કરતા અથવા તો મોબાઈલ જોતા જોતા ચાલતા રાહદારીઓને ટાર્ગેટ કરતા હતા અને તેમની પાછળ પોતાની મોટરસાયકલ કરી રાહદારીની નજીક જઈ તેના હાથમાંથી મોબાઇલની સ્નેચિંગ કરીને તેઓ ભાગી જતા હતા. આરોપી રાજદીપ ડોડીયાએ પોતાના મિત્રો સાથે મળીને બુલેટની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી. એટલે કે વાહન ચોરી તેમજ મોબાઇલ સ્નેચિંગની ઘટનાને અંજાર આપતા પાંચ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા છે અને આ પાંચેય આરોપી પોતાના મોજશોખ માટે ગુનાહિત પ્રવૃત્તિ કરવા તરફ વળ્યાં હતા.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે આરોપીઓ Mobile Snatcher arrested સામે પુણા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગના ત્રણ ગુના, વરાછા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગના બે અને વાહન ચોરીનો એક ગુનો નોંધાયો છે. આમ પાંચે આરોપીની ધરપકડ કરી પોલીસે એક વાહન ચોરીનો અને પાંચ મોબાઇલ સ્ટેચિંગના આમ કુલ 6 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

 

આ પણ વાંચોઃ Brijmohanbhushan/ રાજીનામું આપીશ જો PM કહેશે તો…”: #MeToo વિરોધનો સામનો કરી રહેલા રેસલિંગ બોડીના વડાની સાફ વાત

આ પણ વાંચોઃ પી.ટી. ઉષા-રેસલર્સ/ પીટી ઉષા તેની “શિસ્તભંગ”ની ટિપ્પણીના દિવસો પછી વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને મળી

આ પણ વાંચોઃ વિનેશ ફોગાટ-અનુરાગ ઠાકુર/ અનુરાગ ઠાકુરે તપાસ સમિતિ બનાવી મામલો દબાવ્યોઃ વિનેશ ફોગાટ