Amreli News/ અમરેલીમાં યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું

Yuvrajsinh Jadeja એ ટેન્કરને અટકાવી સમગ્ર મામલો જાહેર કર્યો હતો

Gujarat Others
Yuvrajsinh Jadeja

Amreli News : અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપાતા હલચલ મચી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) ટેન્કરને અટકાવી સમગ્ર મામલો જાહેર કર્યો હતો.

યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ દૂધના વેપાર અંગે રેકી કરી રહ્યા હતા

યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) ના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ દૂધના વેપાર અંગે રેકી કરી રહ્યા હતા. તેમને માહિતી મળી હતી કે હનુમાન ખીજડીયા સ્થિત “દ્વારકેશ” નામના દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લામાં દૂધ ભરેલું ટેન્કર જતું હતું. માહિતીના આધારે ટેન્કરને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી.

તેમણે સવાલ ઉઠાવ્યો કે, “જે ગામમાં એક બકરી પણ ન હોય ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?” આ મુદ્દે તેમણે દૂધના સ્ત્રોત અંગે ગંભીર શંકા વ્યક્ત કરી. સાથે જ પ્રાઈવેટ સ્ત્રોતમાંથી દૂધ મેળવી તેને સહકારી ડેરી સુધી પહોંચાડવામાં આવતું હોવાની શક્યતા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા.

ઝડપાયેલ ટેન્કરને પોલીસ મથકે લઈ જવાયું છે. યુવરાજસિંહ જાડેજા(Yuvrajsinh Jadeja)એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દૂધના નમૂનાઓ લઈ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ દરમિયાન ટેન્કર રોકવામાં આવતા યુવરાજસિંહની કાર પર હુમલો થયાનો પણ આરોપ છે. તેમની ગાડીના કાચ ફોડવામાં આવ્યા હતા તેમજ સાથે રહેલા મિત્ર અને ડ્રાઈવર સાથે મારામારી કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટના જેતપુર તાલુકાની હદમાં બનતા જેતપુર પોલીસને જાણ કરવામાં આવી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. દૂધના સેમ્પલનો અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો : વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ

આ પણ વાંચો : બિન સચિવાલય પરીક્ષા/ ગેરરીતિ મામલે આંદોલન કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કોણ છે ?

આ પણ વાંચો : યુવરાજસિંહ જાડેજાનો વધુ એક પેપેર લીકનો આક્ષેપ…, જુઓ Video