Not Set/ આજે પણ રાજ્યમાં નોધાયા 1500+ નવા કેસ, કુલ સંક્રમીતોની સંખ્યા પહોચી …

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. જયારે રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1570 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 193938 છે.

Top Stories Gujarat Others
dragan 12 આજે પણ રાજ્યમાં નોધાયા 1500+ નવા કેસ, કુલ સંક્રમીતોની સંખ્યા પહોચી ...

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ 1500 થી વધુ કેસ સામે આવ્યા છે. દિવાળી બાદ શરુ થયેલી કોરોના વાઇરસની બીજી લહેર સતત પોતાનો કહેર વરસાવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1512 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  212769 છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. જયારે રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1570 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 193938 છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14813 છે.

*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા નવા કેસની વિગતો *

અમદાવાદ 325
સુરત 252
વડોદરા 176
ગાંધીનગર 62
ભાવનગર 18
બનાસકાંઠા 44
આણંદ 11
રાજકોટ 153
અરવલ્લી 10
મહેસાણા 74
પંચમહાલ 22
બોટાદ 3
મહીસાગર 11
ખેડા 42
પાટણ 28
જામનગર 45
ભરૂચ 26
સાબરકાંઠા 18
ગીર સોમનાથ 8
દાહોદ 35
છોટા ઉદેપુર 3
કચ્છ 28
નર્મદા 14
દેવભૂમિ દ્વારકા 3
વલસાડ 5
નવસારી 18
જૂનાગઢ 22
પોરબંદર 2
સુરેન્દ્રનગર 5
મોરબી 27
તાપી 2
ડાંગ 0
અમરેલી 20

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…